News of Monday, 5th January 2026
અમેરિકાના મેરીલેન્ડમાં એલિકોટ સિટીમાં રહેતી ૨૭ વર્ષની ભારતીય યુવતી નિકિતા ગોદિશાનીની પ્રેમીના એપાર્ટમેન્ટમાં હત્યા: પૂર્વ પ્રેમી અર્જુન શર્મા હત્યા કરીને ભારત ભાગી ગયો ?

અમેરિકાના મેરીલેન્ડમાં રહેતી ૨૭ વર્ષીય ભારતીય યુવતી નિકિતા ગોદિશાનીની એપાર્ટમેન્ટમાંથી હત્યા કરાયેલી લાશ મળી આવી છે. શંકાસ્પદ પૂર્વ પ્રેમી અર્જુન શર્મા હત્યા કરીને ભારત ભાગી ગયો હોવાની આશંકા છે.
અમેરિકાના મેરીલેન્ડ રાજ્યના એલિકોટ સિટીમાં રહેતી ૨૭ વર્ષીય ભારતીય યુવતી નિકિતા ગોદિશાનીની નિર્મમ હત્યાના સમાચારથી ભારતીય સમુદાયમાં શોકની લાગણી પ્રસરી છે. નિકિતા ગત ૨ જાન્યુઆરીથી ગુમ હતી. હોવર્ડ કાઉન્ટી પોલીસની તપાસ દરમિયાન નિકિતાનો મૃતદેહ અર્જુન શર્મા નામના યુવકના એપાર્ટમેન્ટમાંથી મળી આવ્યો હતો.
મૃતદેહ પર છરીના અનેક ઘા જોવા મળ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, અર્જુન શર્મા નિકિતાનો પૂર્વ પ્રેમી હતો અને હત્યા કર્યા બાદ તે તાત્કાલિક ભારત ભાગી ગયો હોવાનું મનાય છે. અમેરિકન પોલીસ હાલ આ મામલે સઘન તપાસ કરી રહી છે અને આરોપીની ધરપકડ કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યવાહી હાથ ધરી છે.
(9:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
