<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th January 2026

ટ્રમ્પનો રશિયા પર પલટવાર: યુક્રેને પુતિનના નિવાસસ્થાન પર કોઈ ડ્રોન હુમલો નથી કર્યો: અમેરિકી સુરક્ષા એજન્સીઓનો સ્પષ્ટ અભિપ્રાય: રશિયા દ્વારા ખોટો પ્રચાર

રશિયાના ક્રેમલિન દ્વારા કરવામાં આવેલા દાવાને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નકારી કાઢ્યો છે. ટ્રમ્પે જણાવ્યું કે અમેરિકી સુરક્ષા એજન્સીઓના મતે પુતિન પર આવો કોઈ હુમલો થયો નથી.

 

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે એક નવો વિવાદ ઉભો થયો છે. રશિયાએ દાવો કર્યો હતો કે યુક્રેને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સત્તાવાર નિવાસસ્થાન ક્રેમલિન પર ડ્રોન હુમલો કરીને તેમને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ દાવાને તદ્દન ખોટો ગણાવ્યો છે. 

 

ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે યુએસ નેશનલ સિક્યુરિટી એજન્સીઓના મૂલ્યાંકન મુજબ, આવો કોઈ પણ હુમલો થયો હોવાના પુરાવા મળ્યા નથી. આ ઘટનાને રશિયા દ્વારા ફેલાવવામાં આવેલો ખોટો પ્રચાર ગણાવવામાં આવી રહ્યો છે.

(9:43 AM IST)