<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th January 2026

ઉત્તર ભારતના રાજ્યોમાં હાડ થીજવતી ઠંડી: ૭ દિવસ પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ગાઢથી અતિ ગાઢ ધુમ્મસ છવાયેલું રહેશે

હવામાન વિભાગે ઉત્તર ભારતના રાજ્યોમાં આગામી સાત દિવસ સુધી ભારે ધુમ્મસની ચેતવણી આપી છે. ઠંડીના પ્રકોપ વચ્ચે વિઝિબિલિટી ઓછી રહેતા વાહન વ્યવહારને અસર થવાની શક્યતા છે.

 

ભારતીય હવામાન વિભાગ દ્વારા ઉત્તર ભારતના વિવિધ ભાગો માટે આગામી ૭ દિવસનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વિભાગના જણાવ્યા અનુસાર, પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ગાઢથી અતિ ગાઢ ધુમ્મસ છવાયેલું રહેશે. વહેલી સવારે વિઝિબિલિટી શૂન્યની નજીક પહોંચી જતી હોવાથી ટ્રેન અને હવાઈ સેવાઓને પણ માઠી અસર પડી રહી છે. 

 

તીવ્ર ઠંડીના મોજા અને ધુમ્મસને કારણે માર્ગ અકસ્માતોની સંભાવના વધી જતી હોવાથી વાહનચાલકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. આગામી એક સપ્તાહ સુધી ઠંડીમાં કોઈ મોટી રાહત મળવાની શક્યતા જણાતી નથી.

 

(9:43 AM IST)