<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th January 2026

વેનેઝુએલા: ધરપકડ બાદ ન્યૂયોર્ક પહોંચેલા પ્રેસિડેન્ટ માદુરોનો અલગ અંદાજ, કહ્યું - 'ગુડ નાઈટ, હેપ્પી ન્યૂ યર'

વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ હાલમાં સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બની છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર, તેમની અટકાયત બાદ તેમને અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં લાવવામાં આવ્યા છે. આટલી મોટી ઘટના છતાં માદુરોનો મિજાજ કંઈક અલગ જ જોવા મળ્યો હતો.

 

ન્યૂયોર્ક પહોંચ્યા બાદ નિકોલસ માદુરોએ મીડિયા કે અધિકારીઓ સામે કોઈ લાંબી વાત કરવાને બદલે માત્ર ટૂંકા શબ્દો ઉચ્ચાર્યા હતા. તેમના પહેલા શબ્દો હતા, "ગુડ નાઈટ, હેપ્પી ન્યૂ યર" (શુભ રાત્રી, નવા વર્ષની શુભકામના). 

 

અમેરિકન એજન્સીઓ દ્વારા ભ્રષ્ટાચાર અને ડ્રગ હેરફેરના ગંભીર આરોપો હેઠળ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ માદુરોના આ નિવેદને સોશિયલ મીડિયા પર ભારે કુતૂહલ સર્જ્યું છે.

 

(9:44 AM IST)