<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th January 2026

અમેરિકા-વેનેઝુએલા સંઘર્ષ: મહિલા વાઇસ પ્રેસિડેન્ટને ટ્રમ્પની ખુલ્લી ધમકી - 'વાત નહીં માનો તો માદુરો કરતાં પણ ખરાબ હાલ થશે'

વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ બાદ અમેરિકાના વલણમાં વધુ આક્રમકતા જોવા મળી રહી છે. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે હવે વેનેઝુએલાના ઉપ-રાષ્ટ્રપતિ ડેલસી રોડ્રિગેઝને ખુલ્લી ચેતવણી આપી છે.

 

ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જો ડેલસી રોડ્રિગેઝ અમેરિકાની શરતો અને વાતો નહીં માને તો તેમનો અંજામ નિકોલસ માદુરો કરતાં પણ વધુ ખરાબ આવી શકે છે. 

 

આ નિવેદન બાદ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ટ્રમ્પનું આ વલણ દર્શાવે છે કે અમેરિકા વેનેઝુએલાની વર્તમાન સરકાર સામે કડક કાર્યવાહી ચાલુ રાખવાના મૂડમાં છે.

(9:46 AM IST)