<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th January 2026

મહારાષ્ટ્ર રાજકારણ: ઉદ્ધવ અને રાજ ઠાકરે એક મંચ પર, સરકાર પર પ્રહાર કરતા કહ્યું - 'આ લોકશાહી નહીં, ઝુંડશાહી છે'

મુંબઈ મહાનગર પાલિકા (બીએમસી)ની ચૂંટણી પહેલાં મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી હલચલ જોવા મળી છે. લાંબા સમય બાદ ઠાકરે બંધુઓ - ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એક જ મંચ પર જોવા મળ્યા હતા અને સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી.

 

બંને નેતાઓએ વર્તમાન શિંદે-ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ચૂંટણી પ્રક્રિયા અને વહીવટી તંત્રની ઝાટકણી કાઢતા તેમણે કહ્યું હતું કે રાજ્યમાં હાલ જે ચાલી રહ્યું છે તે લોકશાહી નથી પરંતુ 'ઝુંડશાહી' છે. 

 

તેમણે ચૂંટણીમાં ગેરરીતિ થવાની આશંકા પણ વ્યક્ત કરી હતી. બીએમસી ચૂંટણી પહેલાં બંને ભાઈઓનું સાથે આવવું એ મહારાષ્ટ્રના રાજકીય સમીકરણો બદલી શકે છે.

(9:47 AM IST)