News of Monday, 5th January 2026
ચીનનો અમેરિકાને સ્પષ્ટ સંદેશ: 'તાઈવાન પ્રાચીનકાળથી અમારો હિસ્સો: અમને એક થતા કોઈ રોકી નહીં શકે'

બીજિંગ::તાઈવાન મુદ્દે ચીન અને અમેરિકા વચ્ચે શાબ્દિક યુદ્ધ વધુ તેજ બન્યું છે. ચીની રાજદૂતે અમેરિકાને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું છે કે તાઈવાનના મુદ્દે કોઈ પણ બહારની દખલગીરી ચલાવી લેવામાં આવશે નહીં.
ચીની રાજદૂતે ઈતિહાસનો હવાલો આપતા કહ્યું હતું કે, "તાઈવાન પ્રાચીનકાળથી ચીનનો જ એક અતૂટ હિસ્સો રહ્યો છે. ચીન અને તાઈવાનને એક થતા દુનિયાની કોઈ પણ તાકાત રોકી શકશે નહીં."
આ નિવેદન અમેરિકા દ્વારા તાઈવાનને આપવામાં આવી રહેલા સમર્થનના જવાબમાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. ચીનના આ આક્રમક વલણથી એશિયામાં ભૌગોલિક રાજકીય તણાવ વધવાની શક્યતા છે.
(9:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
