News of Monday, 5th January 2026
વસતી ગણતરી વખતે અયોગ્ય સવાલ પૂછનારા કર્મચારી સામે કાર્યવાહી થશે
ઘર પર લાગેલાં વસતી ગણતરી ચિન્હો દૂર કરનારને સજા થશે : ખોટી જાણકારી આપનાર કે સવાલનો જવાબ ના આપનાર સામે કાનૂની કાર્યવાહી

નવી દલ્હી,તા.૦૫: વસતી ગણતરી વખતે પ્રત્યેક નાગરિક વસતી ગણતરી અધિકારી દ્વારા પુછાયેલા પ્રશ્નનો સાચા જવાબ આપે તે જરૂરી છે. જે નાગરિક જાણીબુઝીને કે ખોટો જવાબ આપશે કે પ્રશ્નનો જવાબ આપવા ઈનકાર કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી થશે. વસતી ગણતરી વખતે ઘર બહાર લાગતા ચિホો કે અંકોને ભૂસી નાખનાર કે દૂર કરનાર સામે પણ કાયદેસરની કાર્યવાહી થશે. વસતી ગણતરી સ્ટાફ પણ કોઇક ગરબડ કરે તો તેની સામે પણ કાર્યવાહી થશે. અધિકારી જાણીજોઈને અયોગ્ય સવાલ નહીં કરી શકે. ખોટો અહેવાલ તૈયાર કરનાર
ભારતના મહારજીસ્ટ્રાર અને વસતી ગણતરી કમિશનરના કાર્યાલય દ્વારા હાલમાં તે સંબંધમાં વસતી ગણતરી અધિનિયમ, ૧૯૪૮ તેમ જ વસતી ગણતરી નિયમ (સુધારા) જાહેરનામુ જારી કરવામાં આવ્યું છે. આ વર્ષે વસતી ગણતરીના પ્રથમ તબક્કાની શરૂઆત થવાની છે. તેની તૈયારી પુરા દેશમાં ચાલી રહી છે. વસતી ગણતરી સંબંધી નિયમોની સ્ટાફને જાણકારી આપવામાં આવશે. તેમને પ્રથમ તબક્કા માટે પ્રશ્નાવલિ પુરી પાડવામાં આવશે. તેનું જાહેરનામુ પણ ટૂંકમાં જારી થશે.)(૪૦.૧૬)
(10:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
