News of Monday, 5th January 2026
ગુજરાતમાં ૨ વર્ષમાં ૩૪.૪૨ લાખ વીજ ગ્રાહકોને ત્યાં પ્રિપેઈડ સ્માર્ટ મીટર લગાવાયા
લોકોની આશંકા દૂર કરીને તમામ કનેકશનમાં સ્માર્ટમીટર લગાવશેઃ ઊર્જામંત્રી : સ્માર્ટ મીટર અંગે ઘણી આશંકાના પગલે ધીમી કાર્યવાહીઃ યુજીવીસીએલમાં ૧૨.૫૨ લાખ, એમજીવીસીએલમાં ૯.૦૫ લાખ મીટર

નવી દિલ્હી,તા.૦૫: ગુજરાતમાં ૨ વર્ષમાં ૩૪.૪૨ લાખ વીજ ગ્રાહકોને ત્યાં પ્રિપેઈડ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે. જાન્યુઆરી ૨૦૨૪થી રાજ્યમાં વીજ ગ્રાહકોને ત્યાં પ્રિપેઈડ સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ થયું છે. જોકે કુલ મંજુર ૧,૬૪,૭૪,૧૦૨ વીજ ગ્રાહકોને સ્માર્ટ મીટર લગાવવાની મંજૂરી મળી છે તેની સામે માંડ ૨૦ ટકા જેટલી કાર્યવાહી થઇ છે. હજી પણ વીજ ગ્રાહકોમાં સ્માર્ટ મીટર અંગે ઘણી આશંકાના પગલે ધીમી કાર્યવાહી જોવા મળી રહી છે.
ગુજરાત ઊર્જા વિકાસ નિગમની ચાર પેટા કંપનીમાં જાન્યુઆરી ૨૦૨૪થી પ્રિપેઈડ સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. રિવેમ્પડ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સ્કિમ (RDSS) હેઠળ આ પ્રિપેઈડ સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં પીએકસીના નેજા હેઠળ આ કાર્યવાહી ચારેય વીજ વિતરણ કંપની દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં મોખરે ઉત્તર ગુજરાત વીજ કંપની રહી છે. આ કંપની દ્વારા કુલ ૩૫,૨૫,૪૮૦ વીજ ગ્રાહકોને ત્યાં પ્રિપેઈડ સ્માર્ટ મીટર લગાવવાનાનું આયોજન છે. જેમાં અત્યાર સુધીમાં માત્ર ૧૨,૫૨,૩૧૩ વીજ ગ્રાહકોને ત્યાં સ્માર્ટ પ્રિપેઈડ ઈલે. મીટર લગાવ્યા છે.
બીજા સ્થાન ઉપર મધ્ય ગુજરાત વીજ કંપની આવે છે. મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા ૩૨,૯૯,૯૯૧ વીજ ગ્રાહકોને ત્યાં પ્રિપેઈડ સ્માર્ટ મીટર લગાવવા મંજૂરી મળી છે. અત્યાર સુધીમાં ૯,૦૫,૫૬૪ ગ્રાહકોને ત્યાં પ્રિપેઈડ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે. ત્રીજા સ્થાને દક્ષિણ ગુજરાત વીજ કંપની આવે છે. આ કંપની દ્વારા ૪૦,૮૦,૧૨૦ મંજૂર કરાયેલી પ્રિપેઈડ સ્માર્ટ મીટર સામે ૮.૩૪,૨૬૮ પ્રિપેઈ ડ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે
જયારે સૌથી ઓછા પિપેઈડ સ્માર્ટ મીટર પヘમિ ગુજરાત વીજ કંપની દ્વારા લગાવવામાં આવ્યા છે. પીજીવીસીએલ દ્વારા ૫૫,૬૮,૫૦૯ વીજ ગ્રાહકોને ત્યાં પ્રિપેઈડ સ્માર્ટ મીટર લગાવવા મંજૂરી મેળવવા આવી છે.જેમાંથી અત્યાર સુધીમાં ૪,૫૦,૫૯૫ વીજ ગ્રાહકોને ત્યાં પ્રિપેઈડ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે. જે રાજ્યમાં સૌથી ઓછા સ્માર્ટ પ્રિપેઈડ મીટર ધરાવતી કંપની બની છે.
ઉલ્લેખનીય છેકે, રાજ્યના ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે તાજેતરમાં જીઇબી એન્જિનિયર્સ એસો.ના અધિવેશનમાં જણાવ્યું હતુંકે, રાજ્યમાં તમામ વીજ કનેક્શનમાં સ્માર્ટ મીટર લગારીને જ રહીશું. તેમણે એવી પણ કબૂલાત કરી હતીકે, હજી પણ લોકોમાં જે ગેરસમજણ છે તેને દર કરાશે સ્માર્ટ મીટર માટે લોકોને જાગૃત કરીને તમામ કનેકશનમાં સ્માર્ટ મીટર લગાવવાની સફળતા મેળવવામાં આવશે.(૪૦.૧૫)
અણઘડ આયોજનના પગલે ધીમી કાર્યવાહી
વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવા મોટ અણઘડ આયોજન કરવામાં આવ્યું હતું. કોઇ પણ નવી યોજનાનો અમલ શરૂ કરવામાં આવે ત્યારે વીજ ગ્રાહકોને વિશ્વાસમાં લેવા જોઇએ અને ત્યાર બાદ તેનો અમલ કરવો જોઇ એ. આ ઉપરાંત સાધન સંપન્ન અને ઉચ્ચ સરકારી અધિકારીઓને ત્યાં પ્રથમ સ્માર્ટ મીટર લગાવવાના બદલે વસાહતોમાં મીટર લગાવવાની શરૂઆત થઇ હતી. ગરીબ વર્ગના ગ્રાહકોએ વીજ કંપનીની કામગીરીનો ઉગ્ર વિરોધ કર્યો હતો. રાજ્યમાં વડોદરા, રાજકોટ, સુરત જેવા મોટા શહેરોમાં જ ઉગ્ર વિરોધ થયો હતો. જેના પગલે આ સ્કિમનો અમલ ધીમો થઇ રહ્યો છે.
દેશમાં ૫.૧૩ કરોડ ગ્રાહકોને ત્યાં મીટર
દેશમાં કુલ ૨૨,૪૨,૭૯,૭૪૯ વીજ ગ્રાહકોને ત્યાં પ્રિપેઇડ સ્માર્ટ મીટર
લગાવવા મંજુરી આપવામાં આવી છે. જોકે અત્યાર સુધીમાં ૫,૧૩,૫૧,૪૬૦ વીજ ગ્રાહકોને ત્યાં પ્રિપેઇડ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે. ટ્રાન્સફોર્મર મીટરિગ માટે ૫૩,૧૯,૫૨૧ મીટર મંજૂર કરાયા છે. જોકે ૧૩,૦૫,૦૮૬ મીટર જ લગાવાયા છે. આવી જ રીતે ફીડર મીટરિંગ માટે ૨,૦૬,૯૨૯ મીટર મંજૂર થયા છે. જેમાંથી ૧,૫૯,૯૨૦ મીટર જ લગાવાયા છે.
વીજકંપની મંજૂર સંખ્યા લગાવાયા
MGVCL ૩૨,૯૯,૯૯૧ ૯,૦૫,૫૬૪
DGVCL ૪૦,૮૦,૧૨૦ ૮,૩૪,૨૬૮
PGVCL ૫૫,૬૮,૫૦૯ ૪,૫૦,૫૭૫
UGVCL ૩૫,૨૫,૪૮૦ ૧૨,૫૩,૩૧૩
(10:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
