News of Monday, 5th January 2026
નાઈજીરિયામાં બંદૂકધારીઓએ ગોળી મારી ૩૦ની હત્યા કરી

મિન્ના (નાઈજીરીયા),તા.૦૫: નાઈજીરિયામાં બંદૂકધારી શખ્સોએ આતંક મચાવતા ૩૦ લોકોની ગોળી મારીને હત્યા કરી હતી તથા કેટલાકને બંધક બનાવ્યા હતા. નાઈજીરીયાના ઉત્તર ભાગમાં નાઈજર રાજ્યમાં કાસુવાન-દાજી ગામમાં બંદૂક સાથે શનિવારે કેટલાક લોકો ત્રાટક્યા હતા અને ભર બજારમાં અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. સ્થાનિકોના મતે ૪૦ જેટલા લોકોના મોત નિપજ્યા હોવાની આશંકા છે પરંતુ મોતના આંકડાની પોલીસ પુષ્ટિ કરી રહી નથી.
નાઈજર રાજ્ય પોલીસ પ્રવક્તા વાસિયુ આબિઓદુને નિવેનદમાં જણાવ્યું કે, બંદૂકધારીઓએ ગોળીબાર કરીને સ્થાનિકોની હત્યા કરી હતી. સ્થિતિ પર કાબૂ મેળવવા સુરક્ષાદળોને તૈનાત કરી દેવામાં આવ્યા હોવાનો પોલીસે દાવો કર્યો હતો. ચર્ચના પાદરી અને કોન્ટાગોરા ડાયોસિસ કેથોલિક ચર્ચના પ્રવક્તાએ જણાવ્યું કે, બાળકો સહિત કેટલાકને બંધક બનાવાયા છે.(૪૦.પ)
(10:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
