<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th January 2026

બેંક યુનિયનોની ૨૭મીએ દેશવ્‍યાપી હડતાળની ધમકી

નવી દિલ્‍હી,તા.૦૫: દેશના સૌથી મોટા યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્‍સ(યુએફબીયુ)ની અંતર્ગતના બેંક કર્મચારીઓના યુનિયનોએ પાંચ દિવસનું સપ્તાહ લાગુ કરવાની માંગને લઈને ૨૭મી જાન્‍યુઆરી-૨૦૨૬એ દેશભરમાં હડતાળ પર ઉતરવાની ધમકી આપી છે. જો બેંક કર્મીઓ હડતાળ પર ઉતરશે તો તેની મુખ્‍યત્‍વે સરકારી બેંકોના કામકાજ પર સતત ત્રણ દિવસ સુધી મોટી અસર પડશે, કારણ કે ૨૫મી અને ૨૬મી જાન્‍યુઆરીએ રજા છે. ઉલ્‍લેખનીય છે કે, હાલ બેંક કર્મીઓને રવિવાર ઉપરાંત દર મહિનાના બીજા અને ચોથા શનિવારે રજા મળે છે. યુએફબીયુનું કહેવું છે કે, દુર્ભાગ્‍યપૂર્ણ છે કે સરકાર અમારી મૂળ માંગ પર ધ્‍યાન આપી રહી નથી. આરબીઆઈ, એલઆઈસી, જીઆઈસી વગેરે પહેલાથી સપ્તાહમાં પાંચ દિવસ કામ કરી રહ્યા છે.(૪૦.૫)

(10:33 AM IST)