<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th January 2026

૧૧મીએ નરેન્‍દ્રભાઇ શ્રી સોમનાથ મહાદેવનાં દર્શનાર્થે : તડામાર તૈયારી

મહમદગઝનવીએ સોમનાથ આક્રમણ કરેલ હતું તેને એક હજાર વર્ષ પુરા થતા એક હજાર અશ્‍વો (ઘોડા) સાથે સોમનાથમા ભવ્‍ય કાર્યક્રમ યોજાશે

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૫: સોમનાથ ટ્રસ્‍ટના ચેરમેન તેમજ ભારતના વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી તા. ૧૧ ના રોજ સોમનાથ આવે તેવી શકયતાઓ વચ્‍ચે વહીવટી, પોલીસ તંત્ર મીટીંગનો ધમધમાટ શરૂ થયેલ છે મહમદ ગઝનવીએ સોમનાથ ઉપર એક હજાર વર્ષ પહેલા આક્રમણ કરેલ હતું જેથી એક હજાર અશ્વ(ધોડા) સામે સોમનાથ માં ભવ્‍ય કાર્યક્રમ યોજવામાં આવશે જેની તડામાર તૈયારી ઓ શરૂ થયેલ છે.

સોમનાથ ટ્રસ્‍ટ ના ચેરમેન ભારતના વડાપ્રધાન તા. ૧૧ ના રોજ સવારે સોમનાથ મહાદેવ ને શિશ ઝુકાવવા આવી રહેલ છે જાણવા મળતી વિગત મુજબ ઈ.સ ૧૦૨૬માં મહમદ ગઝનવીએ સોમનાથ મંદિર ઉપર આક્રમણ કરેલ હતું ૨૦૨૬ માં એક હજાર વર્ષ પુરા થાય છે જેથી એક હજાર અશ્વ(ધોડા) સામે ભવ્‍ય કાર્યક્રમ યોજવામાં આવશે ગુજરાત સરકાર પાસે ૭૫૦ અશ્વો (ધોડા) છે બાકીના અશ્વ (ધોડા) ખાનગી માલીકો પાસેથી લાવવામાં આવશે તેવું જાણવા મળેલ છે કોઈ જાહેરાત તંત્ર તરફથી કરવામાં આવેલ નથી પણ ગીર સોમનાથ જીલ્લા વહીવટી, પોલીસ માં મીટીંગ નો ધમધમાટ શરૂ થયેલ છે આ દિવસો દરમ્‍યાન કોઈપણ અધિકારીઓ/કર્મચારીઓને રજા મજુર કરવામાં નહી આવે તેવું પણ જાણવા મળેલ છે.

સોમનાથમાં વડાપ્રધાન તા.૧૧ ના રોજ મુલાકાત લેવાના હોય જેને લઈ ને તડામાર તૈયારીઓ ચાલી રહેલ છે ટ્રસ્‍ટ દ્વારા ગેસ્‍ટહાઉસોના બુકીગ કેન્‍સલ કરાયેલ છે.

સોમનાથ મહાદેવ ને શિશ ઝુકાવવા ટ્રસ્‍ટ ના ચેરમેન દેશ ના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી તા. ૧૧ ના રોજ આવી રહેલ છે જેને લઈને ત્રીવેણી હેલીપેડ થી લઈને હમીરજી સર્કલ તેમજ શંખ સર્કલ થી પ્રવેશ દ્વાર સુધી બન્ને બાજુ રોડ લાઈટ સહીત ની કામગીરી થઈ રહેલ છે સુરક્ષાને ધ્‍યાનમાં રાખીને વી.આઈ.પી ગેસ્‍ટહાઉસ, સાગરદર્શન અનામત રખાયેલ છે વહીવટી,પોલીસ વિભાગ દ્વારા સતત મીટીગનો દોર ચાલી રહેલ છે તેમજ સદભાવના ગાઉન્‍ડ માં વિશાળ જાહેર સભા માટે તંત્ર દ્વારા તૈયારી શરૂ કરાયેલ છે આ મુલાકાત દરમ્‍યાન સોમનાથ ટ્રસ્‍ટ ની મીટીગ પણ મળનાર હોવાનું જાણવા મળે છે તેમજ ગુજરાત ભરમાંથી પોલીસ દ્વારા અશ્વોને સોમનાથ લાવવાની કવાયત શરૂ થયેલ છે.

(11:46 AM IST)