<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th January 2026

સોનાના ભાવમાં ઐતિહાસિક ઉછાળો: વર્ષ ૨૦૨૫ માં ૭૦% વળતર બાદ ૨૦૨૬ માં પણ તેજીના સંકેત

મુંબઈ: વર્ષ ૨૦૨૫ રોકાણકારો માટે સુવર્ણ વર્ષ સાબિત થયું છે, જેમાં સોનાએ ૭૦% જેટલું જંગી વળતર આપ્યું છે. વર્ષ ૨૦૨૬ માં પણ ભાવ ૧.૭૫ લાખ સુધી પહોંચવાની શક્યતા છે.

 

વર્ષ ૨૦૨૫ રોકાણકારો માટે સાચા અર્થમાં ‘ગોલ્ડન યર’ સાબિત થયું છે. સોનાએ શેરબજારના દિગ્ગજ શેરોને પણ પાછળ છોડીને અંદાજે ૭૦% જેટલું વળતર આપ્યું છે. ૨૦૨૬ ના વર્ષમાં પણ આ તેજી ચાલુ રહેવાની ધારણા છે. 

 

ગોલ્ડમેન સૅક્સ જેવી સંસ્થાઓના મતે ૨૦૨૬ ના અંત સુધીમાં ૧૦ ગ્રામ સોનાનો ભાવ ૧,૫૦,૦૦૦ થી ૧,૭૫,૦૦૦ રૂપિયા સુધી પહોંચી શકે છે. હાલમાં મુંબઈમાં ૨૨ કેરેટ સોનાનો ભાવ ૧,૨૯,૪૫૦ રૂપિયાની આસપાસ છે. 

 

નિષ્ણાતોના મતે જાન્યુઆરીમાં ભાવમાં થોડો ઘટાડો થઈ શકે છે, જે ખરીદી માટે શ્રેષ્ઠ તક ગણાશે.

(11:50 AM IST)