News of Monday, 5th January 2026
આઈઆરસીટીસી દ્વારા દુબઈ ટૂર પેકેજની જાહેરાત: ૯૪,૭૩૦ રૂપિયામાં ૫ દિવસની વિદેશ સફર

નવી દિલ્હી: પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આઈઆરસીટીસી ૫ દિવસ અને ૪ રાતના ‘ડેઝલિંગ દુબઈ’ પેકેજમાં દુબઈ અને અબુધાબીનો પ્રવાસ કરાવશે.
ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી) એ પ્રવાસીઓ માટે ખાસ ‘ડેઝલિંગ દુબઈ’ ટૂર પેકેજ લોન્ચ કર્યું છે.
આ પેકેજ અંતર્ગત મુસાફરો ૪ રાત અને ૫ દિવસ સુધી દુબઈ અને અબુધાબીના પ્રખ્યાત સ્થળોની મુલાકાત લઈ શકશે. આ પેકેજની કિંમત પ્રતિ વ્યક્તિ ૯૪,૭૩૦ રૂપિયાથી શરૂ થાય છે, જેમાં ફ્લાઇટ ટિકિટ, હોટલ રોકાણ, ભોજન, વિઝા ચાર્જ અને ટ્રાવેલ ઇન્શ્યોરન્સનો સમાવેશ થાય છે.
પ્રવાસીઓને બુર્જ ખલીફા, મિરેકલ ગાર્ડન, ડિઝર્ટ સફારી અને અબુધાબીમાં આવેલા હિન્દુ મંદિરની મુલાકાત પણ કરાવવામાં આવશે.
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
