<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th January 2026

સાળંગપુર શ્રી કષ્‍ટભંજનદેવ હનુમાનજીના દર્શને મુકેશ અંબાણી- અનંત અંબાણીઃ પ કરોડનું દાન અર્પણ

પ.પૂ. શાસ્‍ત્રી શ્રી હરિપ્રકાશદાસજી સ્‍વામી (અથાણાવાળા) કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્‍વામી સાથે મુકેશભાઈ અંબાણી અને અનંત અંબાણીની વિશેષ મુલાકાતઃ સંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા

રાજકોટ તા.પઃ વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ ધરાવતા અને કરોડો લોકોની આસ્‍થાના કેન્‍દ્ર સમાન શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામમા શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના દર્શને આજે દેશના અગ્રણી ઉદ્યોગપતિ અને રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝના ચેરમેન મુકેશભાઈ અંબાણી અને તેમના સુપુત્ર અનંત અંબાણી પધાર્યા હતા તેઓએ કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના દિવ્‍ય દર્શન અને પૂજન કરીને ધન્‍યતાનો અનુભવ કર્યો હતો અને પ કરોડનું દાન અર્પણ કર્યુ હતું.

આ વિશેષ મુલાકાત દરમિયાન મુકેશભાઈ અંબાણીએ સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના વરિષ્ઠ સંતો સાથે મુલાકાત કરી હતી. ખાસ કરીને, તેઓએ સંપ્રદાયના વિદ્વાન સંત પ.પૂ. શાષાી શ્રી હરિપ્રકાશદાસજી સ્‍વામી સાથે આત્‍મીય મુલાકાત કરી હતી. પૂજ્‍ય સ્‍વામીજીએ શ્રી મુકેશભાઈનું ઉષ્‍માભર્યું સ્‍વાગત કર્યું હતું અને તેમને હનુમાનજી મહારાજનો ખેસ પહેરાવી સન્‍માનિત કર્યા હતા.

પૂજ્‍ય શાષાી શ્રી હરિપ્રકાશદાસજી સ્‍વામી અને શ્રી મુકેશભાઈ અંબાણી વચ્‍ચે આધ્‍યાત્‍મિક અને સામાજિક વિષયો પર ટૂંકી ગોષ્ઠિ પણ યોજાઈ હતી. પૂજ્‍ય સ્‍વામીજીએ શ્રી મુકેશભાઈને અને તેમના પરિવારને સુખ, શાંતિ અને સમળદ્ધિ મળે તેવા આશીર્વાદ પાઠવ્‍યા હતા. શ્રી મુકેશભાઈએ પણ સંતોના દર્શન અને આશીર્વાદ પ્રાપ્ત કરી પ્રસન્નતા વ્‍યક્‍ત કરી હતી.

આ પ્રસંગે મંદિરના કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્‍વામી અને અન્‍ય સંતો પણ ઉપસ્‍થિત રહ્યા હતા. શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીદાદાના દરબારમાં શ્રી મુકેશભાઈ અંબાણી અને અનંત અંબાણીની ઉપસ્‍થિતિએ દર્શનાર્થીઓમાં પણ અનેરો ઉત્‍સાહ જગાવ્‍યો હતો. (તસ્‍વીર- અહેવાલઃ મુકુંદ બદિયાણી- જામનગર)

(12:06 PM IST)