News of Monday, 5th January 2026
ભારત સરકારની મોટી ભેટ: હવે વોટ્સએપ પર મળશે મફત કાનૂની સલાહ, ‘ન્યાય સેતુ’ ચેટબોટ લોન્ચ

નવી દિલ્હી: ભારત સરકારે સામાન્ય નાગરિકોને કાનૂની મદદ મળી રહે તે માટે એક ક્રાંતિકારી પહેલ કરી છે. કાયદા અને ન્યાય મંત્રાલયે વોટ્સએપ પર ‘ન્યાય સેતુ’ નામનો એક ચેટબોટ લોન્ચ કર્યો છે, જેના દ્વારા લોકો ઘરે બેઠા મફત કાનૂની સલાહ મેળવી શકશે.
ભારત સરકારના કાયદા મંત્રાલય દ્વારા ૧ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ સત્તાવાર રીતે ‘ન્યાય સેતુ’ ચેટબોટ લોન્ચ કરવામાં આવ્યો છે.
આ સુવિધાનો લાભ લેવા માટે નાગરિકોએ પોતાના મોબાઈલમાં ૭૨૧૭૭૧૧૮૧૪ નંબર સેવ કરવાનો રહેશે. વોટ્સએપ પર આ નંબર પર મેસેજ કરીને અને મોબાઈલ નંબર વેરિફાય કર્યા બાદ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ની મદદથી ચાલતો આ ચેટબોટ લોકોને વિવિધ કાયદાકીય બાબતોમાં માર્ગદર્શન આપશે.
આ સેવાનો મુખ્ય ઉદ્દેશ્ય કોર્ટ કચેરીના ધક્કા ખાધા વગર સામાન્ય માણસને સરળતાથી અને વિનામૂલ્યે કાનૂની સલાહ પૂરી પાડવાનો છે. આ સેવા ૨૪ કલાક ઉપલબ્ધ રહેશે અને તેના માટે કોઈ ફી ચૂકવવી પડશે નહીં.
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
