News of Monday, 5th January 2026
નાઈજીરીયામાં મોટી કાર્યવાહી: કરોડોની કિંમતના ૩૧.૫ કિલો કોકેઈન સાથે મર્ચન્ટ શિપના ૨૨ ભારતીય ક્રૂ મેમ્બરોની ધરપકડ

લાગોસ: નાઈજીરીયાની ડ્રગ એન્ફોર્સમેન્ટ એજન્સીએ લાગોસ બંદર પર એક મોટી કાર્યવાહી કરીને મર્ચન્ટ નેવીના જહાજમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કેસમાં જહાજ પર સવાર ૨૨ ભારતીય ક્રૂ મેમ્બરોની ધરપકડ કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે.
નાઈજીરીયાની નેશનલ ડ્રગ લો એન્ફોર્સમેન્ટ એજન્સીના જણાવ્યા અનુસાર, શુક્રવારે લાગોસના અપાપા પોર્ટ પર ‘એમવી અરુણા હુલ્યા’ નામના જહાજ પર દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન જહાજમાંથી ૩૧.૫ કિલો કોકેઈનનો જથ્થો મળી આવ્યો હતો.
આ જહાજ માર્શલ આઈલેન્ડ્સથી આવ્યું હતું. એજન્સીએ જહાજના કેપ્ટન શર્મા શશિ ભૂષણ સહિત કુલ ૨૨ ભારતીય નાગરિકોની ધરપકડ કરી છે અને તેમની સઘન પૂછપરછ હાથ ધરી છે. ડ્રગ્સની હેરાફેરીના આંતરરાષ્ટ્રીય નેટવર્કમાં આ ધરપકડને ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે.
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
