News of Monday, 5th January 2026
નરેન્દ્રભાઈ મોદીનો રોડ શો મોકૂફ
રવિવારે રાજકોટ ખાતે વડાપ્રધાન સોમનાથથી સીધા મારવાડી કોલેજના હેલીપેડ અથવા હીરાસર આવે તેવી શકયતા

રાજકોટ, તા. ૫: સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તાર માટે ૧૧મી જાન્યુઆરીના રવિવારે આયોજીત વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ પહેલા યોજાનાર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો રોડ શો મોકુફ થયા નો મ્યુનિ.કોર્પોરેશનનાં સતાવાર સુત્રોએ જણાવ્યુ હતુ.
આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ ૧૧મીએ બપોરે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દિલ્હીથી જૂના એરપોર્ટ ખાતેથી સ્વાગત બાદ જૂના એરપોર્ટથી ૨ કીમીનો વડાપ્રધાનનો શાનદાર રોડ શો યોજવાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ૨ કિમીના રોડ શોમાં રાજકોટ ભાજપ, વિવિધ સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, સમસ્ત જ્ઞાતિ સમાજે તેમનું અદકેરૂ સ્વાગત કરનાર હતા પરંતુ સોમનાથ ખાતે ૮ થી ૧૦ જાન્યુઆરી કાર્યક્રમના કારણે વડાપ્રધાન શ્રીનો રાજકોટ ખાતેનો રોડ-શો મોકુફ રહ્યાનું મનપાના સતાવાર સુત્રોએ જણાવ્યુ હતુ.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી રાજકોટ ખાતે મારવાડી યુનિ. કેમ્પસ વાયબ્રટ સમિટમાં સીધા સોમનાથથી પહોંચશે અને સમિટ ખૂલ્લી મૂકશે તેવી શકયતાઓ દર્શાય રહી છે.(૨૮.૨)
(3:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
