<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th January 2026

સોનામાં ૧૨૦૦-ચાંદીમાં ર૦૦૦ રૂા. વધ્‍યા

સોનાના ભાવ વધીને ૧,૩૯,૮૦૦ રૂા. અને ચાંદીના ભાવ ર,૪૩,૦૦૦ રૂા. થયા

 

રાજકોટ, તા., પઃ  બુલીયન માર્કેટમાં નવા સપ્તાહના પ્રારંભે તેજીનો દોર યથાવત રહયો હતો. સોનામાં ૧ર૦૦ અને ચાંદીમાં ર૦૦૦ રૂા. વધ્‍યા હતા.

બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીને પગલે સ્‍થાનીક બજારમાં સોનામાં ૧ર૦૦ રૂા.નો ભાવવધારો થયો હતો. સોનુ સ્‍ટાન્‍ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૧,૩૮,૬૦૦ રૂા. હતા તે વધીને આજે બપોરે ૧,૩૯,૮૦૦ રૂા. થયા હતા. સોનાના બિસ્‍કીટમાં ૧ર,૦૦૦ રૂા.નો ઉછાળો થયો છે. સોનાના બિસ્‍કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ ૧૩,૮૬,૦૦૦ રૂા. હતા તે વધીને ૧૩,૯૮,૦૦૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા.

સોનાની સાથે ચાદીમાં પણ તેજીનો ચળકાટ યથાવત રહયો હતો. બુલીયન માર્કેટમાં સેન્‍ટમાં તેજીને કારણે સ્‍થાનીક બજારમાં ચાંદીમાં ર૦૦૦ રૂા. વધ્‍યા હતા. શનિવારે ચાંદી (૧ કિલો)ના ભાવ ર,૪૧,૦૦૦ રૂા. હતા તે વધીને આજે બપોરે ર,૪૩,૦૦૦રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા.

(3:01 PM IST)