<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th January 2026

વેનેઝુએલા કટોકટી વચ્ચે રિલાયન્સને થશે મોટો ફાયદો: નિષ્ણાતોનું વિશ્લેષણ

​મુંબઈ: વૈશ્વિક સ્તરે વેનેઝુએલાના તેલ બજારમાં સર્જાયેલી હલચલને પગલે ભારતની દિગ્ગજ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને મોટો આર્થિક લાભ થવાની શક્યતા સેવાઈ રહી છે. 

બજારના નિષ્ણાતોના મતે, વેનેઝુએલાથી સસ્તું ક્રૂડ ઓઇલ મેળવવાના રસ્તાઓ ખુલતા મુકેશ અંબાણીના નેતૃત્વ હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રિફાઇનિંગ માર્જિનમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. 

રિલાયન્સ પાસે આ પ્રકારના ભારે ક્રૂડને પ્રોસેસ કરવાની અદ્યતન ક્ષમતા હોવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં તેની સ્થિતિ વધુ મજબૂત બનશે. શેરબજારના જાણકારો માને છે કે આ ભૌગોલિક-રાજકીય ફેરફાર રિલાયન્સ માટે રોકાણકારોની દૃષ્ટિએ પણ 'બૂસ્ટર ડોઝ' સાબિત થઈ શકે છે.

(3:28 PM IST)