News of Monday, 5th January 2026
ઓનલાઇન છેતરપિડીનો વધતો જતો વ્યાપઃ સાયબર માફિયાઓનું અબજોનું કૌભાંડઃ ૫ વર્ષમાં ત્રેપન હજાર કરોડની લૂંટ
ભારતમાં સાયબર ગુનાખોરીનો વિસ્ફોટ

દેશમાં ટેકનોલોજીના વધતા ઉપયોગની સાથે સાયબર ગુનાખોરીનું પ્રમાણ ચિતાજનક રીતે વધી રહ્યું છે. તાજેતરના આંકડાઓ મુજબ, છેલ્લા પાંચ વર્ષમાં ભારતમાં સાયબર માફિયાઓએ આશરે ૫૩,૦૦૦ કરોડ રૂપિયાની ઓનલાઇન લૂંટ ચલાવી છે. આ આંકડો માત્ર સત્તાવાર રીતે નોંધાયેલ ફરિયાદો પર આધારિત છે, જ્યારે વાસ્તવિક આંકડો આનાથી ઘણો મોટો હોઈ શકે છે. સામાન્ય જનતાની મહેનતની કમાણી ક્ષણવારમાં ડિજિટલ માધ્યમો દ્વારા સાફ થઈ રહી છે.
તકેદારી જ એકમાત્ર ઉપાયઃ સાયબર નિષ્ણાતોના મતે, કોઈપણ અજાણી લિક પર ક્લિક કરવું નહીં અને પોતાનો ઓટીપી કોઈની પણ સાથે શેર કરવો નહીં. જોમાટો જેવી કંપનીઓના કિસ્સામાં જોવા મળ્યું છે તેમ, સિસ્ટમનો દુરુપયોગ કરનારા લોકો સામે પણ હવે કંપનીઓ કડક વલણ અપનાવી રહી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા હવે આવી ખોટી ફરિયાદોને પકડવી સરળ બની છે.
(3:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
