<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th January 2026

ઈરાનની સૌથી મોટી કાલેહ ડેરી ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટના પગલે પ્રચંડ આગના ગોટેગોટાથી આકાશ ભરાયું: ફેક્ટરીનું આખું માળખું બળીને ખાખ

આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના કાળા ડિબાંગ વાદળો દૂર સુધી જોવા મળ્યા હતા

તહેરાન: ઈરાનના ઉત્તરીય શહેર આમોલમાં આવેલી અને દેશની સૌથી મોટી ડેરી ઉત્પાદક ગણાતી કાલેહ ડેરી ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ થયો છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર ઈમારતમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના કાળા ડિબાંગ વાદળો દૂર સુધી જોવા મળ્યા હતા. 

 

આ ઘટનાથી ઈરાનના ડેરી ઉદ્યોગને પારાવાર નુકસાન થયું હોવાનું માનવામાં આવે છે. સ્થાનિક તંત્ર દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, પરંતુ ફેક્ટરીનું માળખું બળીને ખાખ થઈ ગયું હોવાના અહેવાલ છે.

(9:55 PM IST)