News of Tuesday, 6th January 2026
વિદેશ જવું મોંઘું અને આકરું બનશે: અમેરિકા, યુકે અને કેનેડા સહિતના દેશોએ ઇમિગ્રેશન નિયમો બદલ્યા
વિકસિત દેશોએ વિઝા ફીમાં વધારો અને પાત્રતાના નિયમો કડક કર્યા છે:સુરક્ષાના કારણોસર ચકાસણી પ્રક્રિયા વધુ સઘન બનાવવામાં આવી છે

નવી દિલ્હી : વિદેશમાં સ્થાયી થવા કે ભણવા જવા ઈચ્છતા ભારતીયો માટે મહત્વના સમાચાર છે. અમેરિકા, યુકે, કેનેડા, સિંગાપોર, આયર્લેન્ડ, ન્યુઝીલેન્ડ, યુરોપિયન યુનિયનના દેશો અને ફ્રાન્સે તેમના ઇમિગ્રેશન (સ્થળાંતર) નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે.
આ ફેરફારોમાં વિઝા ફીમાં જંગી વધારો, અરજદારોની યોગ્યતા માટેના માપદંડોમાં કડક શરતો અને સુરક્ષાના હેતુથી ઝીણવટભરી તપાસનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત ગલ્ફના દેશોએ પણ પોતાના વિઝા નિયમોમાં સુધારા કર્યા છે. આ નવા નિયમોને કારણે હવે વિદ્યાર્થીઓ અને નોકરીયાત વર્ગ માટે વિદેશ જવું વધુ પડકારજનક બની શકે છે.
(12:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
