News of Tuesday, 6th January 2026
રાષ્ટ્રીય સુરક્ષા અને આતંકવાદ સામે કડક પગલાં: એનઆઈએ સાથે મળીને ગૃહ મંત્રાલય નવી નીતિ ઘડશે
કેન્દ્રીય ગૃહ મંત્રાલય આતંકવાદ સામે લડવા માટે એકીકૃત રાષ્ટ્રીય નીતિ તૈયાર કરી રહ્યું છે: ઉદ્દેશ્ય રાજ્યો વચ્ચે સંકલન સાધવાનો અને કેસોનો ઝડપી નિકાલ લાવવાનો

નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહ મંત્રાલય નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) સાથે પરામર્શ કરીને એકીકૃત 'નેશનલ એન્ટી ટેરર પોલિસી' એટલે કે રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી નીતિનું માળખું ઘડવા જઈ રહ્યું છે. આ નવી નીતિનો મુખ્ય ધ્યેય દેશભરમાં આતંકવાદને લગતા કેસોને હેન્ડલ કરવામાં સ્પષ્ટતા, ઝડપ અને એકસૂત્રતા લાવવાનો છે.
અત્યારે અલગ-અલગ રાજ્યોમાં તપાસની પદ્ધતિઓમાં ભિન્નતા હોવાને કારણે ઘણીવાર ગૂંચવણો ઊભી થાય છે. નવી નીતિ અમલમાં આવવાથી કેન્દ્ર અને રાજ્યની એજન્સીઓ વચ્ચે માહિતીનું આદાન-પ્રદાન ઝડપી બનશે અને આતંકવાદ સામેની લડાઈ વધુ મજબૂત બનશે.
(12:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
