<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th January 2026

ઈરાનમાં આંતરિક વિદ્રોહ? ખુદ પોલીસકર્મીએ જ સર્વોચ્ચ નેતાનો ફોટો સળગાવ્યો અને દીવાલ પર જૂના શાસકની યાદમાં 'જાવિદ શાહ' એટલે કે 'શાહ અમર રહો' તેવા સૂત્રો પણ લખ્યા

ઈરાનમાં શાસન વિરુદ્ધ લાખો લોકોનો ફાટી નીકળેલો રોષ હવે સુરક્ષા દળોમાં પણ જોવા મળ્યો

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં ઈરાની પોલીસના ગણવેશમાં સજ્જ એક વ્યક્તિ દેશના સર્વોચ્ચ ધાર્મિક નેતા આયાતોલ્લા અલી ખમેનીની તસવીર સળગાવતો નજરે પડે છે. એટલું જ નહીં, આ વ્યક્તિએ દીવાલ પર જૂના શાસકની યાદમાં 'જાવિદ શાહ' એટલે કે 'શાહ અમર રહો' તેવા સૂત્રો પણ લખ્યા હતા. 

 

કટ્ટરપંથી શાસન માટે આ ઘટનાને મોટા પડકાર તરીકે જોવામાં આવી રહી છે.

(9:55 PM IST)