<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th January 2026

વેનેઝુએલાના પૂર્વ રાષ્ટ્રપતિની ધરપકડથી અમેરિકામાં હલચલ: જેલમાં અધિકારીઓ સાથે પડાવેલી હસતી તસવીરો વાયરલ

જેલમાં લઈ જતી વખતે માદુરોએ અમેરિકન તપાસ એજન્સીઓ એફબીઆઈ અને ડીઈએના અધિકારીઓ સાથે કોઈ પણ પ્રકારના ડર વગર હસતા મુખે તસવીરો ખેંચાવી

ન્યૂયોર્ક: અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં એક નાટકીય ઘટનાક્રમમાં વેનેઝુએલાના પૂર્વ રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ કરવામાં આવી છે. શનિવારે તેમને બ્રુકલિન સ્થિત મેટ્રોપોલિટન ડિટેન્શન સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા.
આંતરરાષ્ટ્રીય મીડિયામાં ચર્ચાનો વિષય બનેલી આ ઘટનાની સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, જેલમાં લઈ જતી વખતે માદુરોએ અમેરિકન તપાસ એજન્સીઓ એફબીઆઈ અને ડીઈએના અધિકારીઓ સાથે કોઈ પણ પ્રકારના ડર વગર હસતા મુખે તસવીરો ખેંચાવી હતી. આ તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે અને લોકોમાં કુતૂહલ સર્જી રહી છે.

(10:06 PM IST)