<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th January 2026

ઈરાનના ત્રણ વરિષ્ઠ અધિકારીઓએ વિદેશી મીડિયાને આપેલી માહિતી મુજબ હવે ઈરાનનો વારો: અમેરિકી હુમલાની દહેશતથી તેહરાનમાં જબરો ફફડાટ: ખાડી વિસ્તારમાં યુદ્ધના વાદળો ઘેરાયા

તેહરાનમાં એવી દહેશત છે કે અમેરિકા અથવા ઈઝરાયેલ હવે પછીનું નિશાન ઈરાનને બનાવી શકે છે.

તહેરાન: વેનેઝુએલામાં અમેરિકાની તાજેતરની આક્રમક કાર્યવાહી બાદ ઈરાનના શાસકોમાં ગભરાટ ફેલાયો છે. ઈરાનના ત્રણ વરિષ્ઠ અધિકારીઓએ વિદેશી મીડિયાને આપેલી માહિતી મુજબ, તેહરાનમાં એવી દહેશત છે કે અમેરિકા અથવા ઈઝરાયેલ હવે પછીનું નિશાન ઈરાનને બનાવી શકે છે. 
ડોનાલ્ડ ટ્રમ્પની આક્રમક વિદેશ નીતિના કારણે ઈરાન પર સૈન્ય કાર્યવાહી થઈ શકે છે તેવી ભીતિ ઈરાની સરકારના ઉચ્ચ વર્તુળોમાં સેવાઈ રહી છે. આ તણાવને કારણે ખાડી વિસ્તારમાં યુદ્ધના વાદળો ઘેરાયા છે.

(10:07 PM IST)