<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th January 2026

ચીનની દાદાગીરી વધી: દક્ષિણ ચીન સાગરમાં વિવાદિત ટાપુ પર સૈન્ય અડ્ડો બનાવ્યો

ચીન દ્વારા પેરાસેલ ટાપુ સમૂહના એન્ટેલોપ રીફ પર મોટા પાયે બાંધકામ: હૈનાન પ્રાંતથી આશરે ૧૪૦ નોટિકલ માઈલ દૂર આવેલા આ વિસ્તારમાં ચીને કૃત્રિમ ટાપુ બનાવીને ત્યાં સૈન્ય ગતિવિધિ વધારી

બીજિંગ: દક્ષિણ ચીન સાગરમાં ચીને પોતાની વિસ્તારવાદી નીતિ વધુ તેજ બનાવી છે. તાજેતરમાં સામે આવેલી સેટેલાઇટ તસવીરોમાં ખુલાસો થયો છે કે ચીન દ્વારા પેરાસેલ ટાપુ સમૂહના એન્ટેલોપ રીફ પર મોટા પાયે બાંધકામ કરવામાં આવી રહ્યું છે. 
ચીનના હૈનાન પ્રાંતથી આશરે ૧૪૦ નોટિકલ માઈલ દૂર આવેલા આ વિસ્તારમાં ચીન કૃત્રિમ ટાપુ બનાવીને ત્યાં સૈન્ય ગતિવિધિઓ વધારી રહ્યું છે. 
ચીનની આ હરકતથી આંતરરાષ્ટ્રીય જળસીમાના નિયમો અને પડોશી દેશોની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.

 

(10:07 PM IST)