News of Monday, 5th January 2026
અમેરિકી ઉપરાષ્ટ્રપતિના ઘરે સુરક્ષામાં મોટી ચૂક: વિલિયમ ડેફૂર નામના ૨૬ વર્ષીય યુવકે હથોડી વડે બારીના કાચ તોડીને અંદર પ્રવેશવાની કોશિશ કરી
હથોડી લઈને ઘૂસતો યુવક ઝડપાયો

વોશિંગ્ટન: અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સના ઓહિયો સ્થિત નિવાસસ્થાને સુરક્ષામાં ગાબડું પાડવાનો પ્રયાસ નિષ્ફળ ગયો છે. સિનસિનાટીમાં આવેલા તેમના ઘરે વિલિયમ ડેફૂર નામના ૨૬ વર્ષીય યુવકે હથોડી વડે બારીના કાચ તોડીને અંદર પ્રવેશવાની કોશિશ કરી હતી.
જોકે, ત્યાં તૈનાત અમેરિકન સિક્રેટ સર્વિસના જવાનોએ સતર્કતા દાખવીને તાત્કાલિક આ શખ્સને ઝડપી લીધો હતો.
આ ઘટના બાદ અમેરિકાના ટોચના નેતાઓની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી રહી છે.
(10:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
