News of Tuesday, 6th January 2026
ઇરાનમાં બિનજરૂરી પ્રવાસ ટાળવા ભારતીય નાગરિકોને સૂચના
ઇરાનને લઇને સરકારે એડવાઇઝરી જાહેર કરી

નવી દિલ્હી તા.૬: ઈરાનમાં સર્જાયેલી અસ્થિર સુરક્ષા સ્થિતિ અને વધતા તણાવને જોતા ભારત સરકારે સોમવારે મહત્વપૂર્ણ ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી છે. વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને આગામી સૂચના સુધી ઈરાનનો બિનજરૂરી પ્રવાસ ટાળવા કડક વિનંતી કરી છે. આ સાથે જ ત્યાં વસતા ભારતીયોને પ્રદર્શનકારી વિસ્તારો અને ધરણાવાળા સ્થળોથી દૂર રહેવા તથા અત્યંત સાવધાની રાખવા જણાવાયું છે. નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપીને સરકારે આ સાવચેતીનું પગલું ભર્યું છે.
આ સાથે જ ત્યાં વસતા ભારતીયોને વિરોધ પ્રદર્શનો કે ધરણાવાળા વિસ્તારોથી દૂર રહેવા અને અત્યંત સાવધાની રાખવા સૂચના આપવામાં આવી છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે સુરક્ષાના કારણોસર આ નિર્ણય લેવાયો છે.
પヘમિ એશિયામાં સતત વણસી રહેલી પરિસ્થિતિ અને ઈરાનમાં સર્જાયેલી અસ્થિરતાને ધ્યાનમાં રાખીને ભારત સરકાર એક્શન મોડમાં આવી છે. વિદેશ મંત્રાલય (MEA) દ્વારા સોમવારે એક મહત્વપૂર્ણ ટ્રાવેલ એડવાઈઝરી જારી કરીને ભારતીય નાગરિકોને આગામી સૂચના ન મળે ત્યાં સુધી ઈરાનનો બિનજરૂરી પ્રવાસ ટાળવા માટે કડક વિનંતી કરવામાં આવી છે. પ્રાદેશિક તણાવ અને સુરક્ષાના વધતા જોખમોને જોતા સરકારે આ સાવચેતીનું પગલું ભર્યું છે.(૩૮.૪)
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
