News of Tuesday, 6th January 2026
હવે એઆઈ માધ્યમથી થશે ઈન્કમટેક્સમાં સ્ક્રૂટિની
રિટર્ન ભરતી વખતે ખોટી વિગતો રજૂ કરી હશે તો સીધી ડિમાન્ડ નોટિસ જ મળશે : ખર્ચની વિગતો ખોટી દર્શાવી હશે તો તેમાં આપેલી વિગતોની પણ ખરાઇ કરાશે

નવી દિલ્હી,તા.૦૬: ઈન્કમટેક્સમાં સ્ક્રૂટિની હવેથી એઆઈ માધ્યમથી કરવામાં આવનાર છે. તેની શરૂઆત પણ કરી દેવામાં આવી છે. જયારે હવેથી કરદાતા દ્વારા ભરવામાં આવતા તમામ રિટર્નની વિગતોની ચકાસણી એઆઈના માધ્યમથી કરવામાં આવનાર છે. તેના કારણે કરદાતાએ રિટર્ન ભરવામાં નાની સરખી પણ ભૂલ કરી હશે તો વિભાગ દ્વારા સીધી ડિમાન્ડ નોટિસ ફટકારશે.
ઇન્કમટેક્સમાં રિટર્ન ભરનારાઓની સંખ્યામાં વધારો થવાની સાથે કેટલાક કરદાતાઓ ખોટી રીતે રિફંડ પણ લેતા હોવાની હકીકતો વિભાગને ધ્યાને આવી હતી. આ કારણોસર હવે આધુનિક ટેક્રોલોજીનો ઉપયોગ કરીને કરદાતાના રિર્ટનની સ્ક્રૂટિની કરવામાં આવનાર છે. આ માટેની વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે. તેમાં કરદાતાએ રિટર્ન ભરતી વખતે ખોટી વિગતો રજૂ કરી હશે તો તરત જ તેના રિટર્નમાં કઈ કઈ ખોટી વિગતો રજૂ કરી હશે તેની જાણકારી અધિકારીઓને થઈ જશે. કારણ કે સિસ્ટમમાં જ તેમાં રેડ ફફલેગ દેખાશે. તેના આધારે અધિકારીને કેટલી વિગતો ખોટી રજૂ કરી છે તેની જાણકારી મળી રહેવાની છે. જોકે પહેલા આવી સિસ્ટમ નહીં હોવાના કારણે કરદાતાઓ દ્વારા ભરવામાં આવેલી વિગતોને જ સાચી માની લેવામાં આવતી હતી. જ્યારે એઆઇ સિસ્ટમથી તપાસ કરવામાં આવનાર હોવાના કારણે નાની સરખી પણ ભૂલ હશે તો જ તરત જ પકડાઈ જશે.(૪૦.૧૫)
ખર્ચ, બિલના ફોન્ટ સહિતની વિગતોની સચોટ વિગતોના આધારે તપાસ
કરદાતાએ ક્રેડિટ કાર્ડથી ખર્ચ કર્યો હશે પરંતુ રિટર્નમાં તેની વિગતો રજૂ કરી નહીં હોય તો તેને પણ સ્કૂટિની દરમિયાન ઝડપી પાડવામાં આવશે. કારણ કે ક્રેડિટમાંથી ખર્ચ કર્યા બાદ તેની ચુકવણી કરવામાં આવે તો તે ચુકવણી કયા માધ્યમથી કરવામાં આવી હશે. કેટલા રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. તેવી વિગતો એઆઇના માધ્યમથી તપાસવામાં આવીને કરદાતાને નોટિસ ફટકારવામાં આવનાર છે. આ ઉપરાંત જે બિલ રજૂ કર્યા હશે તેમાં કયા ફોન્ટ વાપરવામાં આવ્યા હશે તેની પણ ચકાસણી કરવામાં આવનાર છે. જેથી ફોન્ટના આધારે જે કયા વર્ષમાં વપરાશમાં આવ્યા તેની પણ સચોટ વિગતો એઆઇના માધ્યમથી તપાસ કરીને કરદાતાએ રજૂ કરેલી ખોટી વિગતો ઝડપી પાડવામાં આવનાર.
આઇટી રિટર્નમાં યોગ્ય અને સાચી વિગતો રજૂ કરવી જોઇએ
ઇન્કમટેક્સ વિભાગમાં હવે એઆઇના માધ્યમથી સ્ફટિની કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. તેના કારણે કરદાતા દ્વારા જ્યારે રિટર્ન ભરવામાં આવે ત્યારે પુરતી તકેદારી સાથે ભરવામાં આવે તે જરૂરી છે. તેમાં એક પણ ખોટી વિગતો રજૂ કરવામાં આવી હશે તો તાત્કાલિક જ તેને પકડી પાડી નોટિસ આપવામાં આવશે. તેના કારણે રિટર્ન ભરતી વખતે યોગ્ય અને સાચી વિગતો રજૂ કરવામાં આવે તો આઇટી દ્વારા નોટિસ આપવા સહિતની કાર્યવાહીમાંથી બચી શકાય તેમ છે.
(10:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
