News of Tuesday, 6th January 2026
મહિલાની ૧૧મી ડિલિવરી થઈઃ ૧૦ દીકરી બાદ દીકરાનો જન્મ થયો
પરિવાર આખો ઝૂમવા લાગ્યો અને આખી હોસ્પિટલને સજાવી

જીંદ,તા.૦૬: દીકરાના મોહમાં મહિલાની ૧૧મી વખત ડિલિવરી થઈ. આ મહિલાને પહેલાથી ૧૦ દીકરીઓ તો હતી, હવે ૧૧મી ડિલિવરીમાં તેમને ત્યાં દીકરાનો જન્મ થયો છે. આ ખુશીના કારણે પરિવાર આખો ઝૂમવા લાગ્યો અને આખી હોસ્પિટલને સજાવી હતી. આ કિસ્સો હરિયાણાના જીંદના ઉચાનાનો છે.
હકીકતમાં જોઈએ તો, અહીં એક મહિલાને ૧૧મી વખત ડિલિવરી થઈ છે. મહિલાએ હવે દીકરાને જન્મ આપ્યો છે. આ ડિલિવરી નોર્મલ થઈ છે. જો કે મહિલામાં લોહીની કમી હતી અને ડિલિવરીમાં રિસ્ક હતું. મહિલાના પતિએ જણાવ્યું કે, ૧૯ વર્ષ પહેલા તેમના લગ્ન થયા હતા. આ દરમિયાન તેમણે જણાવ્યું કે તેમની સૌથી મોટી દીકરી ૧૨મા ધોરણમાં ભણે છે. સોશિયલ મીડિયાની મહિલા પત્રકારે હોસ્પિટલમાં દાખલ પરિવાર સાથે વાત કરી તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ દરમિયાન જ્યારે ૧૦ દીકરીઓના નામ પૂછ્યા તો છેલ્લે ૨ દીકરીના નામ પણ ભૂલી ગયા.
ઉચાનાના ખાનગી દવાખાનાની મહિલા ડોક્ટરે જણાવ્યું કે નોર્મલ ડિલિવરી થઈ છે. પિતાએ કહ્યું કે, ૧૦ દીકરીઓને પહેલાથી ઉછેરી રહ્યા છે અને તેમણે જણાવ્યું કે રવિવારે તેમની પત્નીએ એક દીકરાને જન્મ આપ્યો છે. તેમણે કહ્યું કે ખુશીથી તેમની આંખોમાં આંસુ આવી ગયા. પિતાએ જણાવ્યું કે જ્યારે પત્નીને ડિલિવરી માટે લઈ ગયા તો તેમના દિલના ધબકારા વધી ગયા હતા.
પિતાએ જણાવ્યું કે તેમની દીકરીઓએ કહ્યું કે તેમના માટે ભાઈ લઈને આવ્યા છે. સાથે જ પાડોશીઓએ કહ્યું કે તેઓ ગામમાં બે ડીજે લગાવશે. પિતાએ કહ્યું કે તેઓ એટલા ભાવુક થઈ ગયા છે કે પોતાની દીકરીઓના નામ પણ ભૂલી ગયા છે. ૧૧મી ડિલિવરીમાં દીકરાનો જન્મ આપનારી મહિલાએ કહ્યું કે, તેમની દીકરાની ઈચ્છા પૂરી થઈ ગઈ. તેમણે કહ્યું કે ડિલિવરી પહેલા ખૂબ જ ગભરામણ થઈ રહ્યું હતું. પરિવારે કંઈ કહ્યું નહીં, બસ એટલું કહ્યું કે હવે માલિકની મરજી છે. દીકરીઓને ઉછેરી રહ્યા છીએ. અહીં ઉલ્લેખનીય છે કે પરિવારે દીકરાના જન્મ બાદ આખી હોસ્પિટલને ફુગ્ગા લગાવીને શણગારી હતી.(૪૦.૫)
(10:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
