News of Tuesday, 6th January 2026
શનિવારે સોમનાથ અને રવિવારે રાજકોટના અતિથિ બનશે વડાપ્રધાન મોદી
રાજકોટ સાથે નરેન્દ્રભાઇનો આત્મીયતાનો નાતો ૨૦૦૧માં મોદી મુખ્યમંત્રી બન્યા નહીં પરંતુ તેમને બનાવાયા સલામત નહીં પણ અર્થસભર બેઠક હતી રાજકોટ ૨: આ બેઠક ઉપર વિધાનસભા ચૂંટણી જીતી ખરા અર્થમાં મુખ્યમંત્રી બન્યા મોદીઃ પ્રચારક બન્યા રાજ્યના ભાગ્ય લેખક : મોદી આજે પણ રાજકોટ ની આ જીત ને રાજકોટ ની જનતા નું ઋણ માને છેઃ ૨૦૦૧ થી ૨૦૧૪ સુધી ગુજરાતના મુખ્યમંત્રી અને ૨૦૧૪ થી ૨૦૨૬ દેશ ના યશસ્વી વડાપ્રધાન ખરેખર રાજકોટ માટે ગૌરવ રાજકોટમાં મારવાડી યુનિવર્સીટી ખાતે યોજાશે વાયબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલ વાયબ્રન્ટ સમિટ

(જીતેન્દ્ર રૂપારેલિયા.....) વાપીઃ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી આગામી શનિવાર તા.૧૦ ના રોજ સોમનાથ મંદિરના કાર્યક્રમમાં હાજરી આપી રાત્રી રોકાણ કરશે અને અને તા.૧૧ ને રવિવારે રાજકોટ ના અતિથિ બની રહ્યા છે, રાજકોટ ખાતે મારવાડી યુનિવર્સિટી માં રિજનલ વાયબ્રન્ટ સમિટનુ ઉદ્ધાટન કરશે.
નરેન્દ્રભાઇ ભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા કે અત્યારે દેશના વડાપ્રધાન છે પરંતુ રાજકોટ માટેની તેમની લાગણી અપાર છે, એમ પણ કહી શકાય કે રાજકોટ સાથે નરેન્દ્રભાઇ નો આત્મીયતાનો નાતો બંધાયો છે, નરેન્દ્રભાઇની સત્તાની કારકિર્દી શરૂઆત તો રાજકોટ થી જ થઈ ગણાય, અને કદાચ એટલે જ આજે પણ તેવો એ જીતને રાજકોટની પ્રજાનું ઋણ માને છે.
૨૦૦૨માં ચૂંટણી નજીક હતી ત્યારે દિલ્હીમાં હાઈકમાન્ડને લાગ્યું કે ગુજરાત હાથ માંથી જાણે સરકી રહ્યું છે, ત્યારે દિલ્હી ભાજપને લાગ્યું કે હવે ચહેરો બદલવો નથી દિશા બદલવી છે, ત્યારે સવાલ થયો કે કોને ગુજરાતમાં મૂકવો ઘણા નામો હતા આખરે હાઇકમાન્ડે એક નામ ઉપર મહોર મારીએ નામ હતું નરેન્દ્ર દામોદર દાસ મોદી.....
એક ફોન અને એ ક્ષણ જ જાણે જીવન બદલાઈ ગયું, અટલ જી એ નરેન્દ્ર ાઈને ફોન કરી કહ્યું ગુજરાત જાના હૈ તૈયાર રહો, મોદી માટે આ પદ નહી આદેશ હતો, મોદી ગુજરાત આવ્યા ત્યારે તે વિધાનસભ્ય નહોતા કે ન હતા સરકારનો કોઈ ભાગ, પ્રજાજનો માટે બિલકુલ અજાણ્યા, ઘણા ધારાસભ્યો પડ્યા અચંબામાં કોણ છે આ નરેન્દ્ર મોદી.
૭ મી ઓક્ટોબર ૨૦૦૧ ના રોજ ગાંધીનગર ખાતે ૧૪ માં મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઇ એ ખૂબ જ સાદાઈથી લીધા શપથ, તે વેળા એ તેવો વિધાનસભ્ય પણ ન હતા, શપથ તો લીધા પરંતુ હવે બંધારણ મુજબ ૬ મહિના માં વિધાનસભા ચૂંટણી જીતવી ફરજીયાત હતી એમાં પણ જો ચૂંટણી હારે તો મુખ્યમંત્રી પદ જાય અને નાલોશી થાય, તે અલગ.
હવે સવાલ થયો કે ક્યાંથી ચૂંટણી લડવી...?? નરેન્દ્રભાઈ માટે સેઇફ બેઠક કઈ...?? અમદાવાદ, વડોદરા જેવા અનેક નામો ઉપર ચર્ચા થઈ, કઈ બેઠક મોદી માટે સેઇફ રહેશે ત્યારે નરેન્દ્રભાઇ એ ભારપૂર્વક કહ્યું હતું કે મને એવી બેઠક જોઈએ જ્યાં જીત નો અર્થ હોય લાંબી ગડમથલ બાદ આખરે રાજકોટ ૨ ની બેઠક નક્કી થઈ , રાજકોટ ૨ બેઠક ખાલી કરવામાં આવી વજુભાઈ વાળા એ રાજીમાનું આપ્યું પેટા ચૂંટણીની જાહેરાત થઈ,સૌરાષ્ટ્રમાં રાજકીય સંદેશ જરૂરી હતો, આમ તો રાજકોટ ની સીટ મોદી માટે સેઇફ કે સરળના હતી પરંતુ મોદીએ જાણીને પડકાર સ્વિકાર્યો અને ડિસેમ્બરમાં જાહેર કરાયું કે મોદી રાજકોટ ૨ તત્કાલીન વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે.
શ્રી મોદી સામેના પડકારોને જોઈએ સૌ પ્રથમ તેઓ સર્વસ્વીકાર્ય નેતા નહોતા ,ઘણા માટે તેવો બહારથી આવેલ, અને કેટલાક માટે સંગઠન ના માણસ હતા, આ સમયે ભાજપમાં બે વિચારધારા હતી એમ કહી શકાય એક મોદી સમર્થક જુથ અને બીજું સંશયવાદી જુથ, ઘણા જૂના રાજ્યસ્તરના નેતાઓને અને કેટલાક ધારાસભ્યોને પદ અને પ્રભાવ ગુમાવવાનો ભય હતો એટલે કે આંતરિક અસંતોષ, સામે કોંગ્રેસ મજબૂત એટલે નરેન્દ્રભાઇ મોદીને હરાવવા કોઈએ કસરના રાખી એક રીતે આ ચૂંટણી મોદીની રાજકીય અસ્તીત્વની લડાઈ હતી, જો હાર થઈ તો મુખ્યમંત્રી પદ ખતમ, પરંતુ નરેન્દ્ર ભાઈએ શાંતીથી કોઈ ગભરાટ વિના બાજી હાથમાં લીધી શ્રી મોદી ભાવનાત્મક ભાષણોથી દુર રહ્યા, એટલું જ નહિ તેમણે કોઈ દયા કે સહાનુભૂતિ માંગી નહિ તેમનો એક જ સંદેશો હતો મને ન્યાય આપશો નહીં, મને પરિણામોથી માપશો ભારે આત્મ વિશ્વાસની સાથે મેદાનમાં ઉતર્યા.
સામે કોંગ્રેસે અશ્વિન ભાઈ મહેતા જેવા મજબૂત ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા અને શરૂ થયો જાણે જંગ, પ્રચારની શરૂઆત તો થઇ પ્રચાર, પરંતુ પ્રચાર બહારથી ચાલતો હતો અંદરથી નહીં , કેટલાક નેતા ઓ અડધા મનથી જોડાયા, તો કેટલાક ગેર હાજર રહ્યાં, પ્રચાર કરતા લોકો હતા પરંતુ બધા દિલથી નહી, જાણે ફોર્મલ સપોર્ટ હતો ઉત્સાહ નહી, જેની જાણ થતા દિલ્હી નેતૃત્વ ચોંક્યું,દિલ્હી એ દખલ કરવી પડી, ભાર પૂર્વક આદેશ અપાયો, અને જેની થોડી અસર પડી .
૨૧ મી ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ થયું મતદાન કેટલાક મોદી ને જીતાડવા માંગતા હતા કેટલાક શ્રી મોદીને હરાવવામાંગતા હતા, જ્ઞાતિવાદ, જૂથવાદ, લોબિગ,ભારે રસાકસી વચ્ચે દિવસભર થયુ મતદાન.
૨૪ ફેબ્રુઆરી ૨૦૦૨ ના રોજ પરિણામ આવ્યું જેમાં નરેન્દ્રભાઇને ૫૭.૩૨% એટલે કે ૪૫,૨૯૮ મતો મળ્યા જેની સામે કોંગ્રેસના અશ્વિન ભાઈને ૩૮.૬૮%. એટલે કે ૩૦, ૫૭૦ મત મળતા આ ચૂંટણી માં નરેન્દ્રભાઇ મોદીએ ૧૪,૨૭૮ મતોથી જીત મેળવી, બીજા શબ્દો માં કહીએ તો આ જીતથી નરેન્દ્ર ભાઈને મુખ્યપ્રધાન પદ નિયત રાખવાની માન્યતા મળી.
નરેન્દ્રભાઈ વિધાનસભાના સભ્ય બન્યા , ૨૦૦૨ની વિધાનસભાની ચૂંટણીમાં મોદીના નેતૃત્વમાં બીજેપીને સ્પષ્ટ જીત મળી અને નરેન્દ્ર ભાઈ પ્રથમ વખત જનતા ના સીધા જનાદેશ સાથે મુખ્યમંત્રી બન્યા અને અહીંથી તેમની મજબૂત નેતા તરિકે ઓળખ ઊભી થઇ.
નરેન્દ્રભાઇ મોદીઃ ૨૦૦૨ થી ૨૦૨૫ સુધીની રાજકીય સફરને તવારીખ અનુસાર ટૂંક માં જોઈએ તો
૨૦૦૨ પ્રથમ વિધાનસભા જીત (રાજકોટ-૨)
ફેબ્રુઆરી ૨૦૦૨: રાજકોટ-૨ બેઠક પરથી પ્રથમ વખત MLA બન્યા મુખ્યમંત્રી તરીકે સંવિધાનિક માન્યતા મળી આ જ વર્ષ ગુજરાત માટે સૌથી પડકારજનક વર્ષ બન્યું
ડિસેમ્બર ૨૦૦૨ પ્રથમ જનાદેશ ગુજરાત વિધાનસભા ચૂંટણી શ્રી મોદીના નેતૃત્વમાં બીજેપીની સ્પષ્ટ જીત નરેન્દ્ર મોદી પ્રથમ વખત જનતાના સીધા જનાદેશ સાથે મુખ્યમંત્રી બન્યા અહીંથી ‘‘મજબૂત નેતા'' તરીકે ઓળખ ઊભી થઈ
૨૦૦૩-૨૦૦૬: વહીવટી કડકાઈ અને પુનઃ નિર્માણ કાયદો-વ્યવસ્થા પર કડક નિયંત્રણ વહીવટમાં નિર્ણય ક્ષમતા ભૂકંપ પછીના પુનઃ નિર્માણ કાર્યો ગ્રામ્ય વિકાસ, રસ્તા, વીજળી પર ફોકસ
‘‘ઓછામાં ઓછુ Government, વધુમાં વધુ Governance'' ના પાયાની શરૂઆત
૨૦૦૭ બીજી વખત ભવ્ય જીત મેળવી મુખ્યમંત્રી બન્યા ૨૦૦૭ વિધાનસભા ચૂંટણી બીજેપી ફરી સત્તામાં ‘‘વિકાસ'' શબ્દ રાજકારણના કેન્દ્રમાં આવ્યો મોદી = વિકાસ મોડેલ
૨૦૦૮-૨૦૧૧: ગુજરાત મોડેલની રચના વાયબ્રન્ટ ગુજરાત સમિટ શરૂ અને વૈશ્વિક ઓળખ ઔદ્યોગિક રોકાણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ ૨૪x૭ વીજળી જ્યોતિગ્રામ યોજના નર્મદા પાણી યોજના ઝડપી બની ગુજરાત = રોકાણ માટે વિશ્વસનીય રાજ્ય
૨૦૧૨ ત્રીજી વખત CM ૨૦૧૨ વિધાનસભા ચૂંટણી ત્રીજી વખત સતત જીત મેળવી ઈતિહાસ રચ્યો મુખ્યમંત્રી તરીકે હેટ્રિક ફટકારી યુવાનો, મધ્યમવર્ગ અને ઉદ્યોગકારોમાં લોકપ્રિયતા
૨૦૧૩-૨૦૧૪: રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશ
૨૦૧૩ : JPના વડાપ્રધાન ઉમેદવાર જાહેર ‘‘ગુજરાત મોડેલ'' રાષ્ટ્રીય ચર્ચાનો વિષય દેશવ્યાપી પ્રચાર સોશિયલ મીડિયા, યુવા શક્તિનો ઉપયોગ
૨૦૧૪ ભારતના વડાપ્રધાન લોકસભા ચૂંટણી ૨૦૧૪ બીજેપીને ઐતિહાસિક બહુમતી કોંગ્રેસ સહિત વિપક્ષના સુપડા સાફ નરેન્દ્ર મોદી ભારતના ૧૫મા વડાપ્રધાન સંઘના સામાન્ય કાર્યકર થી ગુજરાત ના મુખ્યમંત્રી સુધીની સફર પૂર્ણ કરી હવે દેશના વડાપ્રધાન તરીકે સફર શરૂ કરી, નરેન્દ્રભાઇએ
૨૦૧૪-૨૦૧૭ : વડાપ્રધાન તરીકે પ્રારંભિક વર્ષો
મુખ્ય નિર્ણયોઃ સ્વચ્છ ભારત અભિયાન, જનધન યોજના, મેક ઇન ઇન્ડિયા , ડિજિટલ ઇન્ડિયા , ઉજ્જવલા યોજના
૨૦૧૬: નોટબંધી મોટો અને સાહસિક નિર્ણય
૨૦૧૭ : રાજકીય મજબૂતી ગુજરાત વિધાનસભા ચૂંટણી, વડાપ્રધાન હોવા છતાં ગુજરાત ચૂંટણીમાં સીધો પ્રચાર બીજેપી ફરી સત્તામાં મોદીની રાજ્ય પર મજબૂત પકડ સાબીત
જીએસટી અમલ (એક દેશ એક કર) કેન્દ્ર રાજ્ય બંને પર પકડ
૨૦૧૯ -મોદી ૨.૦ લોકસભા ચૂંટણી ૨૦૧૯ બીજેપી ને ૩૦૩ બેઠકો (વધુ મજબૂત બહુમતી) મોદી ફરી વડાપ્રધાન
ઐતિહાસિક નિર્ણયોઃ
જમ્મુ કાશ્મીરમાં કલમ ૩૭૦ રદ ત્રિપલ તલાક રદ નાગરિકતા સુધારો કાયદો સી એ એ
ડિસિઝન મેકર વડાપ્રધાન ''ની છાપ
૨૦૨૦-૨૦૨૧: કોરોના કાળ
વિશ્વનો સૌથી મોટો લોક ડાઉન લાદીને લાખો જિદગી બચાવી. વડાપ્રધાન ગરીબ કલ્યાણ યોજના વેક્સિન મૈત્રી
ભારત ભરમાં જનતાને નિઃશુલ્ક રસીનુ વિતરણ કર્યું એટલું જ નહી, વિશ્વના અનેક દેશોને નિઃશુલ્ક રસી પહોંચાડી, માનવતાનો ધર્મ બજાવ્યો.
વિશ્વના અનેક દેશોની હાલત ખરાબ હતી, પરંતુ નરેન્દ્રભાઈએ પરિસ્થિતિ કાબુમાં રાખીએ અગ્નિપરીક્ષા માંથી પાર પડ્યા એવું કહી શકાય કે સંકટમાં મજબૂત કેન્દ્રિય નેતૃત્વ
૨૦૨૨: રાજકીય પુષ્ટિ ઉત્તર પ્રદેશમાં ફરી બીજેપી સરકાર ગુજરાતમાં ઐતિહાસિક મોટી જીત, જેની સામે વિરોધપક્ષ વિખરાયેલ એવું કહી શકાય કે ‘‘મોદી ફેક્ટર'' અખંડ
૨૦૨૪ -મોદી ૩.૦ લોકસભા ચૂંટણી ૨૦૨૪ NDA ફરી સત્તામાં નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા જવાહરલાલ નહેરુ પછી સતત ૩ ટર્મ વડાપ્રધાન વધુ મજબૂત બની ફરી આગળ ધપ્યા
પ્રાથમિક ફોકસઃ વિકસિત ભારત ૨૦૪૭ ઇન્ફ્રાસ્ટ્રક્ચર યુવાનો સ્ટાર્ટઅપ એ આઈ મહિલા નેતૃત્વ
૨૦૨૪-૨૦૨: વિકાસ ટેકનોલોજી , બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઝડપી, સેમિકન્ડક્ટર મિશન,ગ્રીન હાઇડ્રોજન મિશન, જી ૨૦ સમિટ ૨૦૨૩ના , પરિણામોનો અમલ નવી સંસદ ભવનમાં શાસન
૨૦૨૫-૨૦૨૬: અત્યાર સુધી હવે મોદી જી ફોકસ છે અમૃત કાળ રક્ષા ઉત્પાદન આત્મનિર્ભર ભારત ડિજિટલ જનતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર
( યુપીઆઈ , ઓએનડીસી ) વૈશ્વિક મોડેલ ભારત = વૈશ્વિક સપ્લાય ચેઇન હબ બની રહ્યું છે.
નરેન્દ્રભાઇની આ સફર ૨૦૦૨થી ૨૦૧૪ સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આગળ ધપતી ગઈ અને ૨૦૧૪ થી રાષ્ટ્રીય રાજકીય આલમમાં એન્ટ્રી ૨૦૧૪થી દેશના વડાપ્રધાન તરીકે ની સફર અવિરત પણે આગળ ધપી રહી છે, આજે માત્ર ભારત જ નહી વિશ્વ ભર માં નરેન્દ્ર ભાઈ ની અનેરી લોકચાહના જોવા મળી રહી છે, ખરેખર રાજકોટ માટે આ ગૌરવ ની વાત કહેવાય....(૩૮.૨૦)
(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
