<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th January 2026

ચાંદીમાં સતત બીજા દિવસે ૬૦૦૦ રૂા.નો ઉછાળો

ચાંદીનો ભાવ વધીને ર,પ૧,૦૦૦ રૂા. થયા : ૧૩૦૦ રૂા.નો ભાવવધારા સાથે સોનાના ભાવ ૧,૪૧,૩૦૦ રૂા. થયા

રાજકોટ, તા., ૬: બુલીયન માર્કેટમાં સોના-ચાંદીમાં સતત બીજા દિવસે ઉછાળો જોવા મળ્‍યો હતો. ચાંદીમાં વધુ ૬૦૦૦ રૂા. અને સોનામાં ૧૩૦૦ રૂા.નો ભાવવધારો થયો છે.

બુલીયન માર્કેટમાં સેન્‍ટમાં તેજીને પગલે સ્‍થાનીક બજારમાં ચાંદીમાં ૬૦૦૦ રૂા. વધ્‍યા હતા. ગઇકાલે રાત્રે ચાંદી ૧ કિલોના ભાવ ર,૪પ,૦૦૦ રૂા. હતા તે વધીને આજે ર,પ૧,૦૦૦ રૂા. થયા છે. ગઇકાલે ચાંદીમાં પ,૦૦૦ રૂા. વધ્‍યા બાદ આજે વધુ ૬,૦૦૦ રૂા.નો ઉછાળો થતા બે દિવસમાં ચાંદીમાં ૧૧,૦૦૦ રૂા.નો તોતીંગ ભાવવધારો થયો છે.

ચાંદીની સાથે સોનામાં પણ તેજી યથાવત રહી હતી. બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીને કારણે સ્‍થાનીક બજારમાં સોનામાં ૧૩૦૦ રૂા.નો ઉછાળો થયો હતો. ગઇકાલે રાત્રે સોનુ સ્‍ટાન્‍ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૧,૪૦,૦૦૦ રૂા. હતા તે વધીને આજે ૧,૪૧,૩૦૦ રૂા. થયા છે. સોનાના બિસ્‍કીટમાં ૧૩,૦૦૦ રૂા. વધ્‍યા છે. સોનાના બિસ્‍કીટ (૧૦૦ ગ્રામ)ના ભાવ ૧૪,૦૦,૦૦૦ રૂા. હતા તે વધીને ૧૪,૧૩,૦૦૦ રૂા. થયા છે.

અમેરીકા અને વેનેઝુએલા વચ્‍ચે યુધ્‍ધની સ્‍થિતિ અને અમેરીકા દ્વારા  ભારત ઉપર ટેરીફ દર વધારવાની ચીમકી અપાતા સોના-ચાંદીના ભાવો સળગી રહયાનું ઝવેરી બજારના સુત્રોએ જણાવ્‍યું હતું. (૪.૧૦)

(2:50 PM IST)