<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th January 2026

દિલ્‍હી મેટ્રોના સ્‍ટાફ ક્‍વાર્ટરમાં ભીષણ આગઃ પતિ-પત્‍ની અને બાળકીના મોત

 

નવી દિલ્‍હી તા.૬: દિલ્‍હીના આદર્શ નગર વિસ્‍તારમાં આવેલા દિલ્‍હી મેટ્રો સ્‍ટાફ ક્‍વાર્ટરમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં પતિ, પત્‍ની અને એક માસૂમ બાળકનું દુઃખદ મોત થયું છે. ત્રણેયના મળતદેહ સળગેલી હાલતમાં મળી આવ્‍યા છે. પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી છે. ફાયર વિભાગના જણાવ્‍યા અનુસાર, તેમને DMRC ક્‍વાર્ટર્સમાં ઘરવખરીના સામાનમાં આગ લાગી હોવાનો ફોન આવ્‍યો હતો, ત્‍યારબાદ આગ ઓલવવા માટે છ વાહનો ઘટનાસ્‍થળે મોકલવામાં આવ્‍યા હતા. આગ પાંચમા માળે લાગી હતી. જ્‍યારે ફાયર બ્રિગેડ પહોંચી ત્‍યારે તેમને ત્રણ લોકોના મળતદેહ બળી ગયેલા જોવા મળ્‍યા. મળતકોની ઓળખ ૪૨ વર્ષીય અજય, ૩૮ વર્ષીય નીલમ અને ૧૦ વર્ષીય જાન્‍હવી તરીકે થઈ છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.

(4:35 PM IST)