<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th January 2026

૧:૫૫ સુધીમાં કોર્ટ ખાલી કરજો : રાજકોટ સહિત રાજ્‍યની ૬ કોર્ટને આરડીએક્‍સથી ઉડાવી દેવાની મળી ધમકીઓ

તમિલ લીબરેશન મુવમેન્‍ટના મોહમ્‍મદ અસલમ વિક્રમના નામે રાજકોટ સહિતની કોર્ટને ઇ-મેઇલથી ધમકી મળતાં કોર્ટ ખાલી કરાવાતાં અફડાતફડીઃ શહેર એસઓજી, બોમ્‍બ સ્‍ક્‍વોડ, ડોગ સ્‍ક્‍વોડે ખુણેખુણા ચેક કર્યાઃ સબ સલામત : અગાઉ પણ રાજકોટ સહિત રાજ્‍યની અલગ અલગ કોર્ટને આવી ધમકીઓ મળી હતીઃ આજે ફરી ધમકી મળતાં પોલીસ કમિશનરની સુચનાથી એસઓજી પીઆઇ સંજયસિંહ જાડેજા, યુવિનર્સિટી પોલીસની ટીમોએ તુરંત પહોંચી તપાસ કરીઃ ઇ-મેઇલ મોકલનાર અંગે સાયબર ક્રાઇમની ટીમે તપાસ આરંભી : રાજકોટ ડીસ્‍ટ્રીક્‍ટ જજને ઇ-મેઇલ મળતાં પોલીસ કમિશનરને જાણ કરીઃ તુરત જ ઉઘડતી કોર્ટએ જજ, વકિલો સહિતે બહાર જવા સુચના અપાઇ : કોર્ટ કાર્યવાહી નહિ થવાને કારણે આજના તમામ કેસોમાં યથાવત સ્‍થિતિ જાળવી રાખવા પ્રિન્‍સિપાલ ડિસ્‍ટ્રિક્‍ટ જજને રજૂઆત કરવામાં આવીઃ બાર એસોસિએશનના ઉપપ્રમુખ સિધ્‍ધરાજસિંહ જાડેજા

રાજકોટ ડીસ્ટ્રીક્ટ કોર્ટને બોમ્બથી ઉડાડાવની ધમકીને પગલે ફફડાટ : રાજ્યભરની છ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાના ઇ-મેઇલ મળતાં આ ધમકીને પગલે ફફડાટ ફેલાઇ ગયો હતો. રાજકોટ ડીસ્ટ્રીક્ટ કોર્ટમાં પણ આવો ઇ-મેઇલ મળતાં આખી કોર્ટ ખાલી કરાવાઇ હતી અને અફડાતફડી મચી ગઇ હતી. શહેર ઍસઅોજીની ટીમોઍ બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડને સાથે રાખી કોર્ટના ખુણેખુણા ચેક કર્યા હતાં. પરંતુ કંઇપણ મળ્યું નહોતું. ઍક ડ્રોન મળી આવ્યું હતું જે મહેસાણાના વકીલ સાથે લઇને આવ્યા હોવાનું ખુલ્યું હતું. તસ્વીરોમાં ડીસ્ટ્રીક્ટ કોર્ટ અને બોમ્બની ધમકીને પગલે બહાર નીકળી ગયેલા જજીસ, વકિલો, અસીલો, અરજદારો સહિતના જાઇ શકાય છે. (તસ્વીરઃ અભીજીત બગથરીયા) (૧૪.૧૧)

રાજકોટ તા. ૬: શહેરની ડીસ્‍ટ્રીક્‍ટ કોર્ટ સહિત રાજ્‍યની છ કોર્ટને વધુ એક વખત ઇ-મેઇલથી બોમ્‍બ વિસ્‍ફોટ કરી ઉડાવી દેવાની ધમકીઓ મળતાં અફરા-તફરી મચી ગઇ હતી. જે જે કોર્ટને ઇ-મેઇલથી ધમકી મળી ત્‍યાં તુરત જ પોલીસ કમિશનરના આદેશથી એસઓજી, બોમ્‍બ સ્‍ક્‍વોડ, ડોગ સ્‍ક્‍વોડ અને સ્‍થાનીક પોલીસ સ્‍ટેશનની ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. રાજકોટ કોર્ટના ડીસ્‍ટ્રીક્‍ટ જજને ઇ-મેઇલથી ધમકી મળી હતી કે બપોરે ૧:૫૫ સુધીમાં કોર્ટમાં ધડાકા થાય એ પહેલા ખાલી કરી નાખજો. આરડીએક્‍સથી કોર્ટને ઉડાવી દેવામાં આવશે. લિબરેશન ટાઇગર ઓફ તમિલ ઇલમ તરફથી આ ધમકી ભર્યા ઇ-મેઇલ મળ્‍યા હતાં. રાજકોટ કોર્ટમાં આવો ઇ-મેઇલ આવ્‍યાની જાણ થતાં જ શહેર એસઓજીની ટીમો બોમ્‍બ સ્‍ક્‍વોડ, ડોગ સ્‍ક્‍વોડ સાથે પહોંચી ગઇ હતી અને આખી કોર્ટ ખાલી કરાવી ખુણેખુણા ચેક કર્યા હતાં. જો કે કંઇપણ શંકાસ્‍પદ મળી આવ્‍યું  નહોતું.

જાણવા મળ્‍યા મુજબ હાઇકોર્ટ તથા રાજ્‍યના વિવિધ શહેરોની લોઅર કોર્ટને બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જેમાં રાજકોટ ઉપરાંત સુરત, આણંદ,  અમદાવાદ અને ભરૂચની લોઅર કોર્ટને આડીએક્‍સથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ ધમકી એલટીટીઇ-લિબરેશન ટાઇગર ઓફ તમિલ ઇલમ  દ્વારા આપવામાં આવી હતી. તમામ કોર્ટને એક જ સરખી રીતે ધમકી અપાઇ હતી. રાજકોટ કોર્ટને જે ઇ-મેઇલ મળ્‍યો તેમાં મોહમ્‍મદ અસલમ વિક્રમ-ટીએલઓ તમિલ લિબરેશન મુવમેન્‍ટ એવુ  લખેલુ હતું. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ તુરત જ કોર્ટ ખાલી કરાવી તપાસ કરવા સુચના આપતાં એસઓજી પીઆઇ સંજયસિંહ

અમેરિકાને માત્ર આર્થિક રીતે જ મજબૂત બનાવવામાં આવ્‍યું નથી, પરંતુ તેની રાષ્ટ્રીય સુરક્ષા સ્‍થિતિ પણ મજબૂત બની છે. એ નોંધવું જોઈએ કે તેમના બીજા કાર્યકાળના શરૂઆતના મહિનાઓમાં, ટ્રમ્‍પે વિશ્વભરના ઘણા દેશોના માલ પર ભારે ટેરિફની જાહેરાત કરી હતી.

ભારત પર વધારાના ટેરિફ લાદવામાં આવ્‍યા

તેમણે જણાવ્‍યું હતું કે યુનાઇટેડ સ્‍ટેટ્‍સ લાંબા સમયથી અન્‍યાયી વેપાર પ્રથાઓનો ભોગ બન્‍યું છે, અન્‍ય દેશોએ અમેરિકન ઉત્‍પાદનો પર વધુ કર લાદ્યો છે. નોંધનીય છે કે ટ્રમ્‍પ વહીવટીતંત્રે ભારત પર ૫૦ ટકા સુધીના ટેરિફ પણ લાદ્યા છે, જેમાં રશિયા પાસેથી તેલની ખરીદી પર ૨૫ ટકા વધારાના ટેરિફનો સમાવેશ થાય છે. ટ્રમ્‍પે જણાવ્‍યું હતું કે આ નિર્ણયોનો હેતુ અમેરિકન ઉદ્યોગોનું રક્ષણ કરવાનો, દેશમાં રોકાણ વધારવાનો અને વૈશ્વિક સ્‍તરે યુનાઇટેડ સ્‍ટેટ્‍સને મજબૂત બનાવવાનો છે. (૪૦.૧૯)

એમ. જાડેજા અને ટીમોએ બોમ્‍બ સ્‍ક્‍વોડ, ડોગ સ્‍ક્‍વોડ સાથે પહોંચી તપાસ કરી હતી. પણ કંઇ શંકાસ્‍પદ ન મળતાં સોૈએ રાહત લીધી હતી.

રાજકોટમાં જામનગર રોડ ઘંટેશ્વર નજીક આવેલા નવા રાજકોટ જિલ્લા ન્‍યાય કોર્ટના  બિલ્‍ડીંગને બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકી  ઉઘડતી કોર્ટે ઇ-મેઇેલથી  મળતા વકીલો, જજીસ, કોર્ટ સ્‍ટાફ, મુદ્દતે આવેલા પક્ષકારો વગેરેમાં નાસભાગ અને અફડાતફડી મચી જવા પામી હતી. આ અગાઉ ગુજરાત હાઇકોર્ટને બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકી મળ્‍યા બાદ રાજકોટના નવા કોર્ટ બિલ્‍ડિંગ સહિત અન્‍ય કોર્ટને પણ ઉડાવી દેવાની વારંવાર ધમકીઓ મળી હતી. આથી મોટે ભાગે દર મહિને રાજકોટના કોર્ટ બિલ્‍ડીંગની  બોમ્‍બ સ્‍કવોડ અને બોબ સ્‍કવોડ દ્વારા નિયમીત તપાસ કરવામાં આવતી હોય છે.  પરંતુ આજે સવારે ૧૧ કલાકે ઉઘડતી કોર્ટે રાજકોટ ડિસ્‍ટ્રિક્‍ટ એન્‍ડ સેશન્‍સ જજ કોર્ટના ઓફિશિયલ આઇડી ઉપર ડિસ્‍ટ્રિક્‍ટ કોર્ટ બિલ્‍ડીંગને ઉડાવી દેવાની ધમકી મળતા જ પ્રિન્‍સિપાલ ડિસ્‍ટ્રિક્‍ટ જજ જે. આર. શાહે  તત્‍કાળ તમામ જ્‍જીસ, જ્‍યુડિશિયલ ઓફિસરો સહિત કોર્ટ સ્‍ટાફ, વકીલો તેમજ કોર્ટમાં મુદતે આવેલા પક્ષકારોને તાત્‍કાલિક કોર્ટ બિલ્‍ડીંગની બહાર નીકળી જવા સુચના આપી દીધી હતી.

ત્‍યારબાદ પોલીસને જાણ કરતા બોમ્‍બ ડિસ્‍પોઝલ સ્‍કવોડ, બોમ્‍બ સ્‍કવોડ ડિસ્‍ટ્રિક્‍ટ કોર્ટ ખાતે પહોંચી ગયા હતા અને તપાસનો દોર હાથમાં લઈ લીધો હતો. પ્રિન્‍સિપાલ ડિસ્‍ટ્રિક્‍ટ જજે બે કલાક માટે કોર્ટ ખાલી કરવાનું કહ્યું હતું. જેમાં તમામ જજીસ સહિતના જ્‍યુડિશિયલ ઓફિસરો, સરકારી વકીલો કોર્ટ સ્‍ટાફ વગેરે કોર્ટની બહાર નીકળવા માંડ્‍યા હતા. મળતી માહિતી મુજબ કોર્ટને ઉડાવી દેવાની અગાઉ ઘણી વખત ધમકી મળી હોય કોર્ટની સલામતી વ્‍યવસ્‍થાની ચકાસણી માટે અવારનવાર મોકડ્રીલ પણ યોજવામાં આવતી હોય છે. પરંતુ આજે જે ઈમેલ મળ્‍યો છે તે ડિસ્‍ટ્રિક્‍ટ કોર્ટના ઓફિશિયલ આઇડી ઉપર મળેલ હોય તેની ગંભીરતાને ધ્‍યાને લઈ પ્રિન્‍સિપાલ જજ જે. આર. શાહએ તાત્‍કાલિક પોલીસને જાણ કરી હતી અને બોમ્‍બ સ્‍કવોડ દ્વારા ચેકિંગ માટે બે કલાકનો સમય માંગ્‍યો હતો.

રાજકોટ ઉપરાંતં ગુજરાત હાઇકોર્ટ, વડોદરા, સુરત, ભરૂચ અને અમદાવાદ સહિત છ કોર્ટને પણ ઇ-મેઇલ મોકલી બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકી મળતાં આ તમામ કોર્ટમાં બોમ્‍બ સ્‍ક્‍વોડ, ડોગ સ્‍કવોડ દ્વારા તપાસ કરવામાં આવી હતી. પણ કોઇ સ્‍થળેથી કંઇ મળ્‍યું નહોતું. રાજકોટ કોર્ટ ખાતે એસઓજીને ચેકીંગ દરમિયાન એક ડ્રોન મળ્‍યું હતું. જો કે આ ડ્રોન મહેસાણાના એક વકીલનું હોવાનું ખુલ્‍યું હતું.

બપોરે એક વાગ્‍યા ં સુધીમાં ઉઘડતી કોર્ટે જ બોંબના ઇ-મેઇલને કારણે આખી કોર્ટ ખાલી કરાવતા વકીલોના ટેબલો અને જુદા જુદા જજીસની વિવિધ કોર્ટસ, લોબીઓ વગેરે સુમસામ બની ગયા હતા. બાર એસોસિએશનના ઉપપ્રમુખ સિદ્ધરાજસિંહ જાડેજાએ જણાવ્‍યું હતું કે આજે ઉઘડતી કોર્ટે બોમ્‍બના ઈમેલને પગલે પ્રિન્‍સિપાલ ડિસ્‍ટ્રિક્‍ટ જજ દ્વારા કોર્ટ ખાલી કરવાની મળેલી સૂચનાને બદલે જજીસ, સ્‍ટાફ, વકીલો, પક્ષકારો વગેરેએ ચાલુ કાર્યવાહીએ બહાર નીકળવું પડયું હતું. આથી બાર એસોસિએશન દ્વારા તમામ વકીલોને કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવા જણાવાયું હતું. તેમજ આજે કોર્ટ કાર્યવાહી નહિ થવાને કારણે આજના તમામ કેસોને યથાવત સ્‍થિતિ જાળવી રાખવા પ્રિન્‍સિપાલ ડિસ્‍ટ્રિક્‍ટ જજને રજૂઆત કરવામાં આવી હતી.

રાજકોટ ઉપરાંત રાજ્‍યની અન્‍ય કોર્ટમાં પણ ધમકી મળી તેની માહિતી અનુસાર ગુજરાત હાઇકોર્ટ તેમજ સુરત, આણંદ, અમદાવાદ અને ભરૂચની લોઅર કોર્ટનો સમાવેશ થાય છે.  આ તમામ ધમકી તમિલ લિબરેશનના નામે અપાઇ હતી. રાજકોટ કોર્ટને જે ઇ-મેઇલ મળ્‍યો તેમાં બપોરે ૧:૫૫ સુધીમાં કોર્ટ ખાલી કરી દેવાની અને કોર્ટમાં આરડીએક્‍સનો વિસ્‍ફોટ થશે તે પ્રકારની ધમકી હતી. ઇ-મેઇલ મોકલનાર તરીકે મોહમ્‍મદ અસલમ વિક્રમ તમિલ લિબરેશન મુવમેન્‍ટનું નામ હતું.

સુરત ડિસ્‍ટ્રિક્‍ટ કોર્ટને મોડી રાતે  બે વાગ્‍યે અંગ્રેજીમાં મેઈલ કરી આરડીએક્‍સથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવતા આવી હતી.  આ ઘટનાની વિગત એવી છે કે, કોર્ટના ઓફિશિયલ મેઈલ આઈડી પર વહેલી સવારે એક ધમકીભર્યો સંદેશો આવ્‍યો હતો. જ્‍યારે કોર્ટના કર્મચારીઓએ સવારે ફરજ પર આવીને આ મેઈલ તપાસ્‍યો, ત્‍યારે તેમાં કોર્ટ બિલ્‍ડિંગને વિસ્‍ફોટકોથી ઉડાવી દેવાની ગંભીર ચેતવણી લખેલી હતી, જેનાથી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આવી જ રીતે અમદાવાદ ગ્રામ્‍ય કોર્ટ, સુરત, ભરૂચ અને આણંદ કોર્ટને પણ ધમકી ભર્યા ઇ-મેઇલ મળતાં પોલીસ તંત્રએ ગંભીરતાથી લઇ બોમ્‍બ સ્‍ક્‍વોડ, ડોગ સ્‍ક્‍વોડને સાથે રાખી કોર્ટ પરીસરો ખાલી કરાવી તપાસ કરી હતી. જો કે એકપણ કોર્ટમાંથી કંઇ શંકાસ્‍પદ મળ્‍યું નહોતું. અગાઉ પણ આ પ્રકારની ધમકીઓ આપવામાં આવી હતી. (૧૪.૧૦)

(2:55 PM IST)