News of Tuesday, 6th January 2026
હવે નેપાળના બિરગંજમાં હિંસા બાદ કફર્યુઃ ભારત-નેપાળ બોર્ડર સીલ!
TikTok પરની વિવાદાસ્પદ પોસ્ટ બાદ બે જૂથો વચ્ચે લોહીયાળ અથડામણઃ ધાર્મિક પુસ્તકો સળગાવતા સ્થિતિ બેકાબૂ બની

બિરગંજ, તા.૬: નેપાળના મહત્વના વ્યાપારી કેન્દ્ર એવા બિરગંજમાં અત્યારે સ્મશાનવત શાંતિ છવાયેલી છે. TikTok પર પોસ્ટ કરવામાં આવેલા એક વિવાદાસ્પદ ધાર્મિક વીડિયોને કારણે શરૂ થયેલો વિવાદ જોતજોતામાં હિંસક અથડામણમાં ફેરવાઈ ગયો હતો. ધનુષા જિલ્લામાંથી શરૂ થયેલી આ આગ બિરગંજ સુધી પહોંચી ગઈ, જ્યાં બે સમુદાયો સામસામે આવી ગયા હતા. સ્થિતિ એટલી હદે વણસી કે તોફાની તત્વોએ જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડ્યું અને ધાર્મિક પુસ્તકોને પણ નિશાન બનાવ્યા. વહીવટીતંત્રે મોડું કર્યા વગર આખા શહેરમાં અનિ?તિકાળ માટે કફર્યુ લાદી દીધો છે અને સુરક્ષા દળોને કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે.
સ્થાનિક પ્રશાસને પરિસ્થિતિની ગંભીરતાને જોતા દેખાય ત્યાં ગોળી મારવાના આદેશ જારી કર્યા છે. ગંડક ચોકથી લઈને શંકરાચાર્ય ગેટ સુધીના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં નેપાળી સેના અને પોલીસની સઘન પેટ્રોલિંગ ચાલી રહી છે. વહીવટીતંત્રે સ્પષ્ટ ચેતવણી આપી છે કે કફર્યુનું ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિ પર સુરક્ષા જવાનો સીધો ગોળીબાર કરી શકે છે. સામાન્ય નાગરિકોને ઘરોમાં કેદ રહેવાની સલાહ આપવામાં આવી છે અને કોઈપણ ઈમરજન્સીમાં હેલ્પલાઈન નંબર ૧૦૦ પર સંપર્ક કરવા જણાવાયું છે. શહેરના પૂર્વ-પヘમિ અને ઉત્તર-દક્ષિણ એમ ચારેય ખૂણાઓને લશ્કરી છાવણીમાં ફેરવી દેવામાં આવ્યા છે.
બિરગંજ એ ભારતની બિહાર સરહદ (રક્સૌલ) ને અડીને આવેલું હોવાથી ભારત સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે. સરહદ પર એસએસબીના જવાનોએ સુરક્ષા વધારી દીધી છે અને નેપાળથી આવતા-જતા લોકોનું સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. પડોશી દેશમાં ચાલતા તણાવની અસર ભારતના સરહદી ગામોમાં ન પડે તે માટે બિહાર પોલીસ પણ સતર્ક છે. બંને દેશોના સુરક્ષા અધિકારીઓ સતત એકબીજાના સંપર્કમાં છે. સરહદ પર અત્યારે માત્ર અત્યંત આવશ્યક ચીજવસ્તુઓની અવરજવરને જ મંજૂરી આપવામાં આવી રહી છે, જ્યારે સામાન્ય મુસાફરો માટે પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.
જોકે, માનવીય અભિગમ જાળવી રાખવા માટે વહીવટીતંત્રે કેટલીક શરતી છૂટછાટો પણ આપી છે. એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, મીડિયા કર્મીઓ અને પ્રવાસી વાહનો માટે ગ્રીન કોરિડોર જેવી વ્યવસ્થા કરવામાં આવી છે જેથી આવશ્યક સેવાઓ ખોરવાય નહીં. ખાસ કરીને જે મુસાફરો પાસે માન્ય એરપોર્ટ ટિકિટ છે તેમને અવરજવર માટે વિશેષ છૂટ આપવામાં આવી છે. આગામી ૪૮ કલાક બિરગંજ માટે અત્યંત નાજુક માનવામાં આવી રહ્યા છે. ૨૦૨૬ ના પ્રારંભે સોશિયલ મીડિયાના દુરુપયોગે જે રીતે પડોશી દેશમાં અશાંતિ ફેલાવી છે, તે ડિજિટલ યુગના જોખમો તરફ પણ આંગળી ચીંધે છે.
(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
