News of Tuesday, 6th January 2026
બચ્ચન રિલાયન્સના ‘કેમ્પા શ્યોર'ના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા
નમકીન પછી અમિતાભ બચ્ચન હવે પાણી પણ વેચશે મુકેશ અંબાણીની કંપની, રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડે, પેકેજ્ડ પાણી માટે અમિતાભ બચ્ચન સાથે કરાર કર્યો છે

નવી દિલ્હી, તા.૬: નમકીન પછી, બોલિવદ્ધૂડ અભિનેતા અમિતાભ બચ્ચન હવે પાણીની જાહેરાત કરતા જોવા મળશે. મુકેશ અંબાણીની કંપની, રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ એ અમિતાભ બચ્ચન સાથે તેના પેકેજ્ડ પાણી બ્રાન્ડ, કેમ્પા શ્યોર માટે કરાર કર્યો છે. કંપનીએ કેમ્પા શ્યોર માટે અમિતાભ બચ્ચનને તેના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે. ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલ મુજબ, આ સોદો એક વર્ષ માટે છે. કંપની અમિતાભ બચ્ચનની લોકપ્રિયતાનો લાભ લઈને કેમ્પા શ્યોર લોકોને ઓછી કિંમતે ઉપલબ્ધ કરાવવાની આશા રાખે છે. રિલાયન્સ કન્ઝ્યુમરે પાણી માટે તે જ અભિગમ અપનાવ્યો છે જે તેણે કોલા પીણાં માટે અપનાવ્યો હતો. કેમ્પા શ્યોરની કિંમત બિસ્લેરી, કોકા-કોલાના કિનલી અને પેપ્સિકોના એક્વાફિના જેવી બ્રાન્ડ્સ કરતાં ૨૦-૩૦% ઓછી છે.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના FMCG (ફાસ્ટ-મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ) ડિવિઝન, RCPL માટે તાજેતરના મહિનાઓમાં આ ત્રીજો મોટો એન્ડોર્સમેન્ટ સોદો છે. એપ્રિલની શરૂઆતમાં, કેમ્પાએ અભિનેતા રામ ચરણને તેના ચહેરા તરીકે સાઇન કર્યા હતા. તેમનું અભિયાન IPL વ્૨૦ સીઝન દરમિયાન શરૂ થયું હતું. બે મહિના પહેલા, RCPL એ અભિનેતા અને રેસર અજિત કુમારની મોટરસ્પોર્ટ ટીમ સાથે મોટી ભાગીદારી કરી હતી.
પેકેજ્ડ પાણી એ શ્રેણીઓમાંની એક છે જેના પર સપ્ટેમ્બરમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઘટાડવામાં આવ્યો હતો. કુદરતી અને કળત્રિમ ખનિજ પાણી પરનો ટેક્સ ૧૮% થી ઘટાડીને ૫% કરવામાં આવ્યો હતો. પરિણામે, આ ક્ષેત્રની બધી કંપનીઓએ તેમના ભાવ ઘટાડ્યા છે. અમિતાભ બચ્ચન હાલમાં ઘણી કંપનીઓ માટે જાહેરાત કરે છે. તેઓ નમકીન બ્રાન્ડ બિકાજીની જાહેરાત કરે છે. બિકાજીના ભુજિયા માટે તેમની જાહેરાત ખૂબ પ્રખ્યાત છે. વધુમાં, અમિતાભે ફિ્લપકાર્ટ (બિગ બિલિયન ડેઝ), ઇન્ડિયા ગેટ બાસમતી રાઇસ, ડૉ. ફિક્સિટ વોટરપ્રૂફિંગ, IDFC ફર્સ્ટ બેંક, મુથૂટ ફાઇનાન્સ, ડાબર રેડ ટૂથપેસ્ટ અને અન્ય કંપનીઓ સાથે એન્ડોર્સમેન્ટ સોદા કર્યા છે
(3:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
