News of Tuesday, 6th January 2026
બાંદામાં ન્યાયનો વિજય: 6 વર્ષની માસૂમ પર અત્યાચાર ગુજારનાર નરાધમને ફાંસીની સજા, માત્ર 56 દિવસમાં કોર્ટે સંભળાવ્યો ઐતિહાસિક ચુકાદો
માસૂમની જીભ કાપી નાખનાર અને હાડકાં તોડી નાખનાર રાક્ષસ અમિત રાયકવારને કોર્ટે ગણાવ્યો માનવતાનો દુશ્મન; પીડિતાના પિતાએ નરાધમને આંગણામાં લોહીલુહાણ હાલતમાં પકડ્યો હતો

બાંદા (UP) : ઉત્તર પ્રદેશના બાંદામાં માનવતાને શરમાવે તેવી ઘટનામાં ન્યાયતંત્રએ દાખલારૂપ ચુકાદો આપ્યો છે. છ વર્ષની માસૂમ બાળકી પર જઘન્ય અત્યાચાર ગુજારનાર પાડોશી અમિત રાયકવારને સ્પેશિયલ POCSO
ઘટના જે ધ્રુજારી લાવી દે તેવી હતી
ગયા વર્ષે 25 જુલાઈના રોજ, જ્યારે માસૂમના માતા-પિતા ખેતરમાં હતા, ત્યારે 22 વર્ષીય અમિતે દસ રૂપિયાની લાલચ આપીને બાળકીને પોતાના ઘરે બોલાવી હતી. ત્યાં તેણે બાળકી પર બળાત્કાર ગુજાર્યો એટલું જ નહીં, પણ તેની ક્રૂરતાની હદ વટાવી દીધી હતી. તેણે માસૂમની જીભ કાપી નાખી, તેનો હાથ તોડી નાખ્યો અને તેના શરીર પર બચકાં ભરીને લોહીલુહાણ કરી દીધી હતી.
પિતાએ નજરે જોયું આઘાતજનક દ્રશ્ય
સાંજે જ્યારે પિતા પોતાની લાડકીને શોધતા અમિતના ઘરે પહોંચ્યા, ત્યારે આંગણાનું દ્રશ્ય જોઈને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. બાળકી લોહીના ખાબોચિયામાં પડી હતી અને અમિત ત્યાં જ ઊભો હતો. પિતાને જોઈને તે ભાગી છૂટ્યો હતો, પરંતુ બાદમાં પોલીસે એન્કાઉન્ટર બાદ તેને ઝડપી લીધો હતો. હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતી બાળકીએ રડતા રડતા પોતાની ઉપર થયેલા અત્યાચારની કહાની કહી હતી.
ઝડપી ન્યાય અને ઐતિહાસિક સજા
પોલીસે આ કેસમાં સચોટ તપાસ કરી ચાર્જશીટ રજૂ કરી હતી. કોર્ટમાં રજૂ કરાયેલા 10 સાક્ષીઓની જુબાની અને મેડિકલ પુરાવાઓને આધારે કોર્ટે નોંધ્યું કે આ ગુનો 'રેરેસ્ટ ઓફ રેર' શ્રેણીમાં આવે છે. સજાની સાથે આરોપી પર 25,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે, જે પીડિતાને વળતર તરીકે આપવામાં આવશે.
(7:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
