News of Tuesday, 6th January 2026
વડાપ્રધાન મોદી મારાથી ખુશ નથી: મોદી સાથે મારા સંબંધો ખૂબ જ સારા છે, પરંતુ રશિયન ઓઈલની ખરીદી બાબતે તેઓ ખુશ નથી: અમેરિકી પ્રેસીડન્ટ ટ્રમ્પ
ટ્રમ્પના આ નિવેદને ફરી એકવાર આંતરરાષ્ટ્રીય રાજકારણમાં અને ખાસ કરીને ભારત-અમેરિકા સંબંધોને લઈને ચર્ચા જગાવી

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે કરેલા એક નિવેદનમાં દાવો કર્યો છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હાલ તેમનાથી નારાજ છે. ટ્રમ્પે પોતાના ભાષણ દરમિયાન કહ્યું હતું કે, "વડાપ્રધાન મોદી સાથે મારા સંબંધો ખૂબ જ સારા છે, પરંતુ રશિયન ઓઈલ (તેલ) ની ખરીદી બાબતે તેઓ ખુશ નથી."
ટ્રમ્પે આનું કારણ આપતા જણાવ્યું હતું કે રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારતને મોટા પાયે ટેરિફ ચૂકવવો પડી રહ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિએ વધુમાં દાવો કર્યો હતો કે આ સ્થિતિને કારણે ભારતે હવે રશિયા પાસેથી તેલની ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે.
ઉલ્લેખનીય છે કે ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદતું રહ્યું છે, જેના પર અમેરિકા સહિતના પશ્ચિમી દેશોની નજર રહી છે.
પોતાના સંબોધનમાં ડોનાલ્ડ ટ્રમ્પે સંરક્ષણ ક્ષેત્રે ભારત સાથેના વેપારની પણ ચર્ચા કરી હતી. તેમણે ખાસ કરીને ભારતને 'અપાચે હેલિકોપ્ટર' વેચવા અંગે ઉલ્લેખ કર્યો હતો.
ટ્રમ્પના આ નિવેદને ફરી એકવાર આંતરરાષ્ટ્રીય રાજકારણમાં અને ખાસ કરીને ભારત-અમેરિકા સંબંધોને લઈને ચર્ચા જગાવી છે.
(11:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
