News of Wednesday, 7th January 2026
ગાઝિયાબાદમાં ૯૦ હજારના બાકી ભાડાના વિવાદમાં મકાન માલિકે પત્ની સાથે મળીને યુવતીની હત્યા કરી

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં ૯૦ હજાર રૂપિયાના ભાડાની ઉઘરાણી મામલે મકાન માલિક દંપતીએ તેમની જ ભાડુઆત યુવતીની હત્યા કરી નાખી હતી.
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં આવેલી રાજ નગર એક્સટેન્શન સોસાયટીમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં રહેતી દીપશિખા નામની યુવતી તેના મકાન માલિક અજય ગુપ્તાના ઘરે ભાડાના હિસાબ માટે ગઈ હતી. દીપશિખા પાસે મકાનનું આશરે ૯૦ હજાર રૂપિયા ભાડું બાકી હતું. આ બાબતે અગાઉ પણ તેમની વચ્ચે ઝઘડો થયો હતો. તારીખ ૧૭ ડિસેમ્બરના રોજ જ્યારે દીપશિખા ત્યાં પહોંચી ત્યારે ઉગ્ર બોલાચાલી બાદ ગુસ્સામાં આવીને અજય ગુપ્તા અને તેની પત્ની આકૃતિએ મળીને દીપશિખાની હત્યા કરી નાખી હતી. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી આરોપીઓની ધરપકડ કરી છે.
(9:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
