News of Wednesday, 7th January 2026
ઉત્તરાખંડ કુંભ મેળામાં બિન-હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધની માંગ

આગામી કુંભ મેળામાં મુસ્લિમો અને બિન-હિન્દુઓના પ્રવેશ પર રોક લગાવવા માટે હિન્દુ સંગઠનોએ માંગ કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું છે કે તેઓ સમજી વિચારીને નિર્ણય લેશે.
ઉત્તરાખંડમાં યોજાનારા મહાકુંભ મેળાને લઈને એક નવો વિવાદ શરૂ થયો છે. વિવિધ હિન્દુ સંગઠનો અને અખાડા પરિષદ દ્વારા માંગ કરવામાં આવી છે કે કુંભ મેળા વિસ્તારમાં બિન-હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવે.
આ માટે તેમણે વર્ષ ૧૯૩૬ ના બ્રિટિશ કાળના કાયદાનો હવાલો આપ્યો છે. સંગઠનોનું કહેવું છે કે મેળાની પવિત્રતા જાળવવા માટે આ જરૂરી છે.
આ માંગણી અંગે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે સરકાર તમામ પાસાઓ પર વિચારણા કર્યા બાદ અને સમજી વિચારીને આ અંગે યોગ્ય નિર્ણય લેશે.
(9:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
