News of Wednesday, 7th January 2026
દિલ્હીમાં બુલડોઝર કાર્યવાહી: હાઈકોર્ટના આદેશ બાદ ૩૬,૪૦૦ ચોરસ ફૂટ વિસ્તારમાં પથરાયેલા દબાણને દૂર કરવામાં આવ્યું: અધિકારીઓએ સ્પષ્ટતા કરી કે મસ્જિદની પાસે પોતાની માલિકીની જેટલી જમીન છે તે સુરક્ષિત છે

દિલ્હી નગર નિગમ (એમસીડી) દ્વારા તુર્કમાન ગેટ સ્થિત ફૈઝ-એ-ઈલાહી મસ્જિદ પાસેના દબાણ પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ડીસી વિવેક અગ્રવાલે જણાવ્યું હતું કે હાઈકોર્ટના આદેશ બાદ આશરે ૩૬,૪૦૦ ચોરસ ફૂટ વિસ્તારમાં પથરાયેલા દબાણને દૂર કરવામાં આવ્યું છે. આ કાર્યવાહી માટે ૩૨ જેસીબી, ૪ પોકલેન મશીન અને ન્યુમેટિક હેમરનો ઉપયોગ કરાયો હતો. રાત્રે પથ્થરમારાની ઘટના બની હોવા છતાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કામગીરી પૂર્ણ કરાઈ હતી. અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે મસ્જિદ ની પાસે પોતાની માલિકીની જેટલી જમીન છે તે સુરક્ષિત છે
(10:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
