News of Wednesday, 7th January 2026
દવાઓ અને સારવાર માટે કેન્દ્ર સરકારના કડક નિયમો: એન્ટિબાયોટિક્સ દવાઓના પેકેજિંગ પર ખાસ કોડિંગ, કલર કોડ અથવા સ્પષ્ટ માર્કિંગ કરવામાં આવશે
કેન્સરની સારવારમાં વપરાતા 'એઆઈ' સોફ્ટવેરને 'ઉચ્ચ જોખમ' શ્રેણીમાં મુકવામાં આવ્યા છે: માટે લાઈસન્સ ફરજિયાત

સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (સીડીએસસીઓ) એ એન્ટિબાયોટિક્સ દવાઓના આડેધડ ઉપયોગને રોકવા મહત્વનો નિર્ણય લીધો છે. હવેથી એન્ટિબાયોટિક્સ દવાઓના પેકેજિંગ પર ખાસ કોડિંગ, રંગ સૂચક (કલર કોડ) અથવા સ્પષ્ટ માર્કિંગ કરવામાં આવશે, જેથી દર્દીઓ તેને સામાન્ય દવાથી અલગ ઓળખી શકે.
આ ઉપરાંત, કેન્સરની સારવારમાં વપરાતા 'એઆઈ' (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) આધારિત સોફ્ટવેરને હવે 'ઉચ્ચ જોખમ' શ્રેણીમાં મુકવામાં આવ્યા છે. આવા સોફ્ટવેરનો ઉપયોગ હવે લાઈસન્સ અને નિયમનકારી મંજૂરી વિના કરી શકાશે નહીં.
(10:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
