News of Wednesday, 7th January 2026
રૂ.૨૦૦ કરોડનાં ફોરેક્સ-ગોલ્ડ ટ્રેડિંગ કૌભાંડનો પર્દાફાશઃ ૭ની ધરપકડ
મેટ્રિમોનિઅલ સાઈટ, સોશિયલ મીડિયા પર શિકાર શોધતા હતા : મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી, ગોવા સહિત દેશભરમાં ૫૧ કેસઃ મુખ્ય સૂત્રધાર વિદેશમાં હોવાની શંકા

મુંબઈ,તા.૦૭: મેટ્રિમોનિયલ સાઈટ અનુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા લોકોનો વિશ્વાસ જીતીને છેતરપિંડી કરનારા એક મોટા આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે. સેંકડો લોકોને ઓનલાઈન ફોરેક્સ અને ગોલ્ડ ટ્રેડિંગમાં વિવિધ સ્કીમમાં રોકાણને બહાને રૂ.૨૦૦ કરોડથી વધુની છેતરપિડી કરાઈ હતી. પોલીસે આંતરરાષ્ટ્રીય ગેંગના સાત આરોપીને ઝડપી લીધા છે.એમ એક અધિકારીએ જણાવ્યું હતું
આ છેતરપિડી અંગે મહારાષ્ટ્રના ૧૮, દિલ્હીમાં ૭, કર્ણાટકમાં ૭, ઉત્તર પ્રદેશમાં ત્રણ, તેલંગણામાં ચાર, મધ્ય પ્રદેશમાં ૩, હરિયાણામાં ૩, પヘમિ બંગાળમાં બે, રાજસ્થાનમાં એક, ગુજરાતમાં એક, ઉત્તરાખંડમાં એક, ગોવામાં એક સ હિત ૫૧ કેસ નોંધાયા છે. પોલીસને શંકા છે કે મુખ્ય સૂત્રધાર દેશની બહારથી આ રેકેટ ચલાવી રહ્યો હતો.
મીરા-ભાઈંદર, વસઈ-વિરાર પોલીસ કમિશનર નિકેત કૌશિકે જણાવ્યું હતું કે સાયબર છેતરપીંડી કરનારાઓને લગ્નની વેબસાઈટસ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા વિશ્વાસ મેળવીને પીડિતોને નિશાન બનાવ્યા હતા. ટોળકીએ તેમને ફેક સ્કીમમાં રોકાણ કરવાની લાલચ આપી હતી.
ગત ૧૨ નવેમ્બરે પોલીસ ટીમે છેતરપિડીની ફરિયાદની તપાસ કરતી વખતે મુંબઈ-અમદાવાદ હાઈવે પર શિવસાઈ રેસિડેન્સી લોજ અને બોર્ડિગ પર દરોડો પાડ્યો હતો. આ કૌભાંડમાં રોશનકુમાર
સિયારામા શેટ્ટી, સાબિર મોહમ્મદ ખાન, સનદ સંજીવ દાસ, રાહુલ કુમાર ઉર્ફે કૈલાશ રાકેશકુમાર, આમિર કદમટ્ટ શેરખાન, અભિષેક અનિલ નારકર ઉર્ફે ગોપાલ, મોહમ્મદ રશિદ ફકીર મોહમ્મદ? બલોચ ઉર્ફે લક્કીને ઝડપી લેવામાં આવ્યા હતા. આરોપી ઓનલાઈન છેતરપિડીની રકમ પોતાના ખાતામાં ડાયવર્ટ કરતા હતા. આમ તેઓ મનીલોન્ડરિંગ અને કરચોરી માટે બેન્ક ખાતા પૂરા પાડતા હતા.છેતરપિડીની રકમ ઘણીવાર ભારતની બહાર મોકલવામાં આવતી હતી. પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે સાત મુખ્ય શકમંદો જ્યુશિયલ કસ્ટડીમાં છે. પરંતુ તપાસમાં સૂચવવામાં આવ્યું છે કે માસ્ટર માઈન્ડસ વિદેશથી રેકેટ ચલાવી રહ્યા હતા.વિદેશી હેન્ડલર્સની માહિતી મેળવવા માટે વિવિધ રાજ્ય પોલીસ વિભાગો અને સાયબર પોલીસ સાથે તપાસ કરી રહ્યા છીએ, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. નાયગાવ પોલીસે ભારતીય ન્યાય સંહિતા અને પોલીસે લોકોને અપીલ કરી છે કે આઈટી એકટ હેઠળ કેસ દાખલ કર્યો છે. તેઓ મેટ્રીમોનિયલ પ્લેટફોર્મ દ્વારા મળતી રોકાણની સલાહથી સાવધ રહીી અને પૈસા ટ્રાન્સફર કરવા પહેલા કોઈપણ ટ્રેડિંગ વેબસાઈટની ચકાસણી કરે.
(10:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
