<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

બિજનૌરમાં દુષિત પાણીથી કેન્‍સરનું જોખમઃ અત્‍યાર સુધીમાં ૧૦ના મોત

ઈન્‍દોર જળકાંડ બાદ અન્‍ય રાજ્‍યોમાં પણ દુષિત પાણીનો કકળાટ : ઇન્‍દોરની ઘટનાને પગલે મોટા શહેરોમાં ભય, બેંગલુરુના અનેક વિસ્‍તારોમાં પ્રાઈવેટ ટેન્‍કરો પર નિર્ભર

લખનઉ,તા.૦૭: મધ્‍ય પ્રદેશના દુષિત જળકાંડે ૧૫થી વધુ લોકોનો ભોગ લીધો છે. એવામાં હવે અન્‍ય રાજ્‍યોમાં પણ દુષિત પાણીના મામલાએ જોર પકડયું છે. ઉત્તર પ્રદેશના બિજનૌરમાં નળમાંથી પીળા રંગનું પીવાનું દુષિત પાણી આવી રહ્યું છે. આ પાણી ટ્ટ આશરે પાંચથી છ ગામો સુધી જાય છે. જ્‍યારે આવા દુષિત પાણીને પીવાને કારણે એક ગામમાં ૧૦ વ્‍યક્‍તિનું કેન્‍સરથી મોત થયું હતું. એટલુ જ નહીં ગામમાં

ઉત્તર પ્રદેશના બિજનૌરમાં સરકાર દ્વારા ઘરે ઘરે જળ પહોંચાડવા માટે પાઇપલાઇનો નાંખવામાં આવી રહી છે જેની કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવાનું મનાઇ રહ્યું છે.

જોકે સરકાર દ્વારા જે પાઈપો નાખવામાં આવી છે તેના નળમાંથી જીવલેણ પાણી આવી રહ્યું છે. આ દુષિત પાણીની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે અને યોગી સરકારની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. જે તસવીરો અને વીડિયો સામે આવ્‍યા છે તે મુજબ છથી વધુ ગામોમાં પીવાના પાણીના નળમાંથી પીળા અને લાલ રંગનું પાણી આવી રહ્યું છે.

ગામના લોકો અનેક વખત આ સમસ્‍યાની ફરિયાદ કરી ચુક્‍યા છે જોકે પ્રશાસન દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી.

જ્‍યારે કર્ણાટકના બેંગલુરુમાં પણ ઇન્‍દોર જેવો ભય ફેલાઈ રહ્યો છે. બેંગલુરુમાં હવે અનેક વિસ્‍તારોમાં લોકો પાણી માટે ખાનગી પ્રોવાઇડર્સનો સંપર્ક કરી રહ્યા છે.

ખાસ કરીને ઈન્‍દોરની ઘટના બાદથી જ અનેક વિસ્‍તારોમાં પ્રાઈવેટ ટેંકરો દ્વારા સ્‍વચ્‍છ પાણી મગાવવામાં આવી રહ્યું છે. ઇન્‍દોરમાં દુષિત પાણી પિવાને કારણે અનેક લોકો માર્યા ગયા આ ઘટનાને પગલે હવે કેટલાક રાજ્‍યોમાં તંત્ર વધુ એલર્ટ થવા લાગ્‍યું છે. બીજી તરફ ઇન્‍દોરની ઘટના અંગે વોટરમેન ઓફ ઈન્‍ડિયા તરીકે જાણીતા.

(10:23 AM IST)