News of Wednesday, 7th January 2026
વધુ ભણવા માગતી દીકરીને બાપે જ મારી નાખીઃ માનતા હતા કે છોકરીને વધુ ભણાવવાથી બગડી જાય
પંજાબમાં એક કળિયુગી પિતાએ પોતાની જ ૧૮ વર્ષની જુવાનજોધ દીકરીને મારી નાખી

મિઢ્ઢા,તા.૦૭: પંજાબમાં એક કળિયુગી પિતાએ પોતાની જ ૧૮ વર્ષની જુવાનજોધ દીકરીને મારી નાખી હતી. દીકરીને મારી નાખી એનું કારણ એ હતું કે તે ખૂબ હોશિયાર હતી - ભણવામાં પણ અને અન્ય રમતોમાં પણ. મિઢ્ઢા ગામમાં રહેતી ચમનપ્રીત કૌર કોમર્સમાં ગ્રેજ્યુએશન કરવા માટે મોહાલીમાં રહીને ભણતી હતી. તે પેઇંગ ગેસ્ટ તરીકે રહેતી હતી અને સાથે વેઇટલિફિટંગમાં રસ હોવાથી એની તાલીમ પણ લેતી હતી. પોતાની કોલેજમાં તે વેઇટલિફિટંગ ચેમ્પિયન હતી અને આ રમત માટે નેશનલ લેવલે જવાની તૈયારી કરી રહી હતી. જોકે પિતા હરપાલ સિહ જૂની વિચારસરણી ધરાવતા હોવાથી તેમને ડર હતો કે છોકરીને વધુ ભણાવવાથી તે બગડી જશે. જોકે દીકરીની મા તેને વધુ ભણાવવા માગતી હતી. ભણવા માટે ચમનપ્રીતે શહેરમાં રહેવું પડતું હતું એ પણ પિતાને કઠતું હતું અને આ બાબતે વારંવાર ઘરમાં ઝઘડા થતા હતા. તેમણે થોડા દિવસ પહેલાં ઘરે આવેલી દીકરીને રવિવારની સવારે માળીકામ કરવાના હથિયારથી હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ચમનપ્રીત કૌરની માએ પોતાના જ પતિ વિરુદ્ધ ફરિયાદ લખાવી હતી અને પોલીસે પિતાને પકડી લીધો ત્યારે પિતાએ ફરીથી દોહરાવ્યું હતું કે જો વધુ ભણવા દીધી હોત તો દીકરી બગડી જાત એટલે મેં તેને મારી નાખી
(10:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
