News of Wednesday, 7th January 2026
આખા વેનેઝુએલાની વીજળી એક જ ઝટકામાં કાપી નાખી...
ટ્રમ્પે જણાવી ઓપરેશનની અંદરની વાતઃ ૧૫૨ ફાઈટર પ્લેન આ હુમલામાં સામેલ હતા : વેનેઝુએલાનું તેલ અમેરિકા રાખશેઃ તૂટી ફૂટી તેલ સુવિધાઓને ફરી આઘુનિક ઢબે વિકસિત કરવામાં આવશે

વોશીંગ્ટન,તા.૦૭: અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલામાં કરવામાં આવેલા ઓપરેશનની ઊંડી જાણકારી આપી છે. ટ્રમ્પે કહ્યું છે કે ઓપરેશનને અંજામ આપવા માટે પહેલા પૂરા વેનેઝુએલામાં વીજળી એક સાથે કાપી નાખવામાં આવી હતી. ત્યારે લોકો ચોંકી ઉઠયા હતા, કેટલાકને સમજાઈ ગયું હતું કે મોટું થવાનું છે, આ દરમિયાન સમગ્ર વેનેઝુએલામાં અજવાળાનો એક માત્ર સ્ત્રોત મીણબત્તી હતી.
રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પે અમેરિકાના ઓપરેશનેને અવિશ્વનિય ગણાવ્યું અને વિગતો આપતા જણાવ્યું કે ખૂબ જ મુશ્કેલ ઓપરેશન હતું, ૧૫૨ ફાઈટર પ્લેન આ હુમલામાં સામેલ હતા, અમારા ઘણા સૈનિકો જમીન પર હતા, પણ આખરે બધુ કમાલ હતું. તમે એ વાત પર જરા વિચારો કે ઓપરેશનમાં અમે એક પણ સૈનિકને ગુમાવ્યો નથી, બીજી તરફ ઘણા બધા માર્યા ગયા, પણ હું કહીશ કે આ દુર્ભાગ્ય હતું.
તેમણે કહ્યું કે, કારાકસમાં વીજળી ન હતી, માત્ર તેમની પાસે જ ઉજાસ હતો જેમની પાસે મીણબત્તી હતી, જે ઓલવવાની તૈયારીમાં જ હતી, જેથી અમે તેમણે થોડા હેરાન કર્યા, પણ આ બધુ ખૂબ શાનદાર હતું, રણનીતિના હિસાબે કામ થયું જે અવિશ્વનિય વસ્તુ હતી, વીજળી કાપતા જ તેમણે ખબર પડી ગઈ હતી કે અમેરિકા આવી રહ્યું છે, વેનેઝુએલાની સરકાર રાજધાની કારાકસની વચ્ચે એક ટોર્ચર ચેમ્બર બનાવી રહી હતી, તેને હવે બંધ કરી દેવામાં આવ્યું છે.
આ સાથે રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પે અમેરિકાનો વેનેઝુએલાને લઈને પ્લાન પણ સાફ કરી દીધો, કહ્યું આ બધુ તેલ માટે છે, ટ્રમ્પે ઈરાકમાં અમેરિકાના ઓપરેશનની તુલના વેનેઝુએલા સાથે કરી કહ્યું ઈરાક અને વેનેઝુએલામાં ફર્ક એટલો જ છે કે પૂર્વ રાષ્ટ્રપતિ બુશે તેલ રાખ્યું ન હતું, પણ આ વખતે અમે તેલ રાખીશું
ટ્રમ્પે વધુમાં કહ્યું ૨૦૧૬માં મેં કહ્યું હતું કે તે વખતે તેલ આપણી પાસે રાખવું જોઈતું હતું, જેના પર મોટો વિવાદ થયો હતો, હજુ પણ કહું છું કે ત્યારે તેલ અમેરિકાએ જ રાખવું જોઈતું હતું, હવે વેનેઝુએલામાં તૂટી ફૂટી તેલ સુવિધાઓને ફરી આઘુનિક ઢબે વિકસિત કરવામાં આવશે, આ વખતે તેલ અમે પાસે જ રાખીશું, ત્યાં ખૂબ બધા પૈસા ખર્ચ કરવા પડશે, જે તેલ કંપનીઓ કરશે, જ્યારે તેમણે આવક થશે ત્યારે તેની ભરપાઈ કરવામાં આવશે.
ટ્રમ્પે ભલે વેનેઝુએલા લઈને પોતાનો પ્લાન સ્પષ્ટ કરી દીધો હોય, પણ હાલ વેનેઝુએલાની વચગાળાની સરકાર અને સેના આ માટે તૈયાર નથી, વેનેઝુએલાના વચગાળાના રાષ્ટ્ર પ્રમુખ ડેલ્સી રોડ્રિગ્ઝએ ટ્રમ્પના તેલ પ્રસ્તાવને ઠુકરાવી દેતા કહ્યું છે કે ટ્રમ્પનો પ્રસ્તાવ આક્રમણ, લૂંટ તેમજ સામ્રાજ્યવાદી હસ્તક્ષેપ છે.
(10:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
