News of Wednesday, 7th January 2026
ભારત-પાક. વચ્ચે દુશ્મનાવટનો અંત લાવવાની ઇચ્છા રાજદ્રોહ નથી
હિમાચલ પ્રદેશ હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે ખાલિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવાથી ગુનો બનતો નથી, સિવાય કે એ સાબિત થાય કે આરોપીએ સરકાર પ્રત્યે કોઈ અસંતોષ રાખ્યો હતો : આરોપી, અભિષેક સિહ ભારદ્વાજને સોશિયલ મીડિયા પર પ્રતિબંધિત સામગ્રી પોસ્ટ કરવા બદલ જામીન આપવામાં આવ્યા છે. કોર્ટે શોધી કાઢ્યું કે આરોપીએ દુશ્મનાવટની ટીકા કરી હતી અને તમામ ધર્મોના લોકોને સાથે રહેવાનું આહ્વાન કર્યું હતું

શિમલા તા.૭: હિમાચલ પ્રદેશ હાઈકોર્ટે જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના દુશ્મનાવટનો અંત લાવવાની અને શાંતિ પાછી લાવવાની ઇચ્છાને રાજદ્રોહ ગણી શકાય નહીં. આ ટિપ્પણી એક એવા કેસમાં કરવામાં આવી હતી જેમાં એક આરોપી પર સોશિયલ મીડિયા પર હથિયારો અને પાકિસ્તાની ધ્વજના ફોટા અને વીડિયો પોસ્ટ કરવાનો આરોપ હતો. કોર્ટે આરોપીને જામીન આપતી વખતે આ ચુકાદો આપ્યો હતો.
ફેસબુક પર પ્રતિબંધિત શષો અને પાકિસ્તાની ધ્વજના ફોટા અને વીડિયો પોસ્ટ કરવા બદલ ધરપકડ કરાયેલા અભિષેક સિહ ભારદ્વાજને જામીન આપતી વખતે હાઇકોર્ટના ન્યાયાધીશ રાકેશ કૈંથલાએ આ ટિપ્પણી કરી હતી.
ગુપ્ત માહિતીના આધારે અભિષેકની ધરપકડ કરવામાં આવી હતી. તેના કબજામાંથી કોઈ ગુનાહિત સામગ્રી મળી આવી ન હતી, પરંતુ તેના પર પાકિસ્તાની નાગરિક સાથે વાતચીત કરવાનો અને ઓપરેશન સિદૂરની ટીકા કરવાનો આરોપ હતો.
કોર્ટે જણાવ્યું હતું કે, પેન ડ્રાઇવ પરના વીડિયો અને ચેટ્સ દર્શાવે છે કે આરોપીએ ભારત અને પાકિસ્તાન વચ્ચેની દુશ્મનાવટની ટીકા કરી હતી અને તમામ ધર્મોના લોકોને સાથે રહેવાનું આહ્વાન કર્યું હતું. યુદ્ધનો કોઈ ફાયદો નથી તેવો મત રાજદ્રોહ ગણી શકાય નહીં. ખાલિસ્તાન ઝિદાબાદૅ ના નારાના આરોપ અંગે કોર્ટે જણાવ્યું હતું કે જ્યાં સુધી તે સાબિત ન થાય કે આરોપીએ સરકાર પ્રત્યે કોઈ અસંતોષ રાખ્યો હતો ત્યાં સુધી ફક્ત નારા પોસ્ટ કરવાથી ગુનો બનતો નથી.
કોર્ટે જણાવ્યું હતું કે જમાનત પ્રક્રિયા કોઈને સજા આપવાનું સાધન ન હોઈ શકે જ્યાં સુધી ગુનો સાબિત ન થાય. તેથી, અરજદારને જામીન આપવામાં આવે છે.
(10:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
