<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

પાકિસ્‍તાની યુવતીઓની ધુરંધરના ગીત પર મોજઃ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

પાકિસ્‍તાનમાં ધુરંધર ફિલ્‍મ બેન કરી દેવામાં આવી છે. જોકે આ ફિલ્‍મના ગીત પર ૨ પાકિસ્‍તાની યુવતીઓએ જબરદસ્‍ત ડાન્‍સ કર્યો છે

રણવીર સિંહની ફિલ્‍મ ધુરંધર હાલ થિયેટરોમાં ધમાલ મચાવી રહી છે. બીજી તરફ આ ફિલ્‍મના ગીતો પણ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. પાકિસ્‍તાનમાં આ ફિલ્‍મ બેન છે તેમ છતાં લોકોએ આ ફિલ્‍મને ડાઉનલોડ કરીને પાઈરેટેડ કોપી જોઈ છે. સાથે જ ત્‍યાંના લોકોએ આ ફિલ્‍મના વખાણ પણ કર્યા છે. ત્‍યારે આવામાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. જે વીડિયો જોઈને તમે પણ નવાઈ પામી જશો.

જે વીડિયો વાયરલ થયો છે તેમાં ૨ યુવતીઓએ ધુરંધરના શરારત ગીત પર ડાન્‍સ કરી રહી છે. ગીતમાં ક્રિસ્‍ટલ ડિસૂજા અને આયશા ખાને જે સ્‍ટેપ્‍સ કર્યા છે. તેવા જ સ્‍ટેપ્‍સ આ યુવતીઓએ કર્યા છે. તેમની આસપાસ બેઠેલા લોકો પણ તેમનો ડાન્‍સ જોઈને તાળીઓથી તેમને વધાવી રહ્યા છે. જેથી સોશિયલ મીડિયા પર આ વીડિયો ઘણો વાયરલ થયો છે.

વાયરલ થયેલા આ વીડિયોને લઈને યુઝર્સ પોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. જેમાં એક યુઝરે લખ્‍યું કે ધુરંધર સરહદ પાર પણ છવાયેલું છે. અન્‍ય એક યુઝરે લખ્‍યું કે બેન થવા છતાં પાકિસ્‍તાનમાં આ ફિલ્‍મનો ક્રેઝ છે. સાથે જ એક યુઝરે તો એવું પણ કહ્યું કે પાકિસ્‍તાન ઑનલાઇન કેટલું પણ ના પાડે પરંતુ બોલિવૂડની અસર જબરદસ્‍ત છે.

ઉલ્‍લેખનીય છે કે આ વીડિયો એવા સમયે સામે આવ્‍યો છે જ્‍યારે પાકિસ્‍તાનમાં ધુરંધર ફિલ્‍મ બેન કરી દેવામાં આવી છે. જેથી વીડિયોને લઈને લોકો નવાઈ પણ પામી ગયા છે. આ ફિલ્‍મના મોટા ભાગના ગીત દર્શકોને ઘણા પસંદ આવ્‍યા છે. ફિલ્‍મે અત્‍યાર સુધીમાં વર્લ્‍ડ વાઈડ ૧ હજાર કરોડની કમાણી પણ કરી છે

(10:43 AM IST)